ભારે વરસાદના લીધે મુંબઈના લોકો પરેશાન છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા મહારાષ્ટ્રના પાંચ જીલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈમાં ભારે વરસાદના પરિણામે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. અનેક વાહનો ફસાતા ટ્રાફિક જામ થયો છે.
મુંબઈમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે. તેની વચ્ચે હવામાન વિભાગ દ્વારા હજુ ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વરસાદના પરિણામે અત્યાર સુધી મુંબઈમાં 30થી વધુ લોકોના મૃત્યુ થયા છે. અને નીચાણવાળા વિસ્તારો ખાલી કરવા તંત્ર દ્વારા સૂચનો આપવામાં આવ્યા છે.