Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં અતિવૃષ્ટિએ સર્જી ખાનાખરાબી

જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિએ સર્જી ખાનાખરાબી

જામવંણથલી નજીક રેલવે ટ્રેકનું ધોવાણ : જિલ્લામાં ત્રણ વ્યકિતઓના મોત : અનેક માર્ગોનું ધોવાણ : વીજ થાંભલાઓ ધરાશાયી થતાં સંખ્યાબંધ ગામોમાં અંધારપટ : પૂરમાં તણાઇ જતાં પશુઓના મોત : કાલાવડ તાલુકાના ગામડાંઓમાં સૌથી વધુ ખાનાખરાબી : રાહત અને સર્વેની કામગીરીમાં લાગ્યું તંત્ર

જામનગર જિલ્લામાં ગઇકાલે વરસેલા અતિ ભારે વરસાદે જિલ્લામાં ભારે તારાજી સર્જી છે. સંખ્યાબંધ ગામડાંઓમાં પ્રવેશેલાં પૂરના પાણીને કારણે ભારે નુકસાન થયું છે. જામવંણથલી-અલિયાબાડા વચ્ચે રેલવે ટ્રેકનું ધોવાણ થતાં હાલારનો ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. અતિવૃષ્ટિને કારણે જિલ્લામાં ત્રણ વ્યકિતઓના મોત થયા છે જેમાં જામજોધપુર તાલુકામાં નદીમાં કાર તણાઇ જતાં દંપતિનું મોત થયું છે. તો જોડિયા તાલુકામાં એક બાળકનું મોત થયું છે. અનેક કાચા મકાનો તૂટી પડયાં છે. જયારે સ્ટેટ હાઇવે અને ગામડાંઓના આંતરિક માર્ગોને પણ નુકસાન થયું છે.

કેટલીક જગ્યાએ કોઝ-વે અને બેઠા પુલનું ધોવાણ થયું છે. અનેક જગ્યાએ પૂરને કારણે વીજ થાંભલા ધરાશાયી થઇ જતાં સંખ્યાબંધ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે. જેને રિસ્ટોર કરવા વીજ તંત્ર કામે લાગ્યું છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી જવાને કારણે ઘરવખરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. જયારે પૂરમાં તણાયેલાં અસંખ્ય પશુઓના મોત થયા છે. જિલ્લા તંત્ર દ્વારા આજે વરસાદ રોકાઇ જતાં નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular