જામનગરમાં દિવસભર વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ આજે સાંજે ગાજ વીજ સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે. જામનગર જીલ્લામાં આજના વરસાદની વાત કરવામાં આવે તો ધ્રોલમાં આજે રાત્રીના 8 વાગ્યા બે ઇંચ વરસાદ, જોડિયામાં પોણા બે ઇંચ, કાલાવડમાં દોઢ ઇંચ અને બાકીના ત્રણ તાલુકામાં હળવો વરસાદ વરસ્યો છે.
લાંબા વિરામ બાદ જામનગરમાં મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ છે.ત્યારે અગામી 15 તારીખ સુધી હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.