રાજ્યમાં પડેલા ભારે વરસાદના પરિણામે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. ત્યારે જામનગરમાં પણ અતિવૃષ્ટિ ના પરિણામે ફૂલોની ખેતી કરતાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે.
વધુ વરસાદના પરિણામે ફૂલોની ખેતીને ગ્રહણ લગતા બજારોમાં ફૂલની ઓછી આવક થઇ રહી છે. અને ભાવ પણ ઓછા મળી રહ્યા છે. તો બીજી તરફ ખેડૂતોનું કહેવું છે કે બજારોમાં કૃત્રિમ ફૂલોની આવક એટલે કે પ્લાસ્ટિકના ફૂલોની માંગ વધુ હોવાથી પણ ખેડૂતોને નુકશાન થઇ રહ્યું છે.