Sunday, December 22, 2024
Homeરાજ્યમેઘકહેર, ભારે વરસાદના પરિણામે ગીરનાર પર્વત પરથી પથ્થરો-શિલાઓ નીચે ધસી પડી

મેઘકહેર, ભારે વરસાદના પરિણામે ગીરનાર પર્વત પરથી પથ્થરો-શિલાઓ નીચે ધસી પડી

- Advertisement -

સૌરાષ્ટ્રમાં છેલ્લા 5દિવસથી પડેલા ધોધમાર વરસાદના પરિણામે અનેક જગ્યાઓ પર નુકશાન થયું છે. જેમાં જામનગર સૌથી વધુ અસરગ્રસ્ત બન્યું છે. જુનાગઢમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. ગિરનાર પર્વત પર પડેલા અનરાધાર વરસાદના પરિણામે પર્વત પરથી પથ્થરો અને શીલાઓ નીચે ધસી આવી છે. વિશાળ પર્વત નીચે પડવાના લીધે પગથીયાઓને પણ નુકશાન થયું છે. પરિણામે પગથીયા ચઢીને જનાર લોકો માટે પણ મુશ્કેલી સર્જાઈ શકે છે.

- Advertisement -

તો બીજી તરફ ગિરનાર પર્વત પર પડેલા વરસાદના પરિણામે અદ્ભુત નજારો પણ સર્જાયો છે. ગઈકાલે જુનાગઢ-માંગરોળમાં મુશળધાર 8 ઈંચ, કેશોદ,વંથલી તાલુકામાં 7 ઈંચ, માળીયા હાટીના 6 ઈંચ, મેંદરડા,વિસાવદરમાં 5 ઈંચ, માણાવદર 4 અને ભેંસાણ પંથકમાં 3 ઈંચ વરસાદથી સોરઠ ધરતી જળબંબોળ થઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular