હવામાનમાં ફરીવાર મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. દેશના અનેક રાજ્યોમાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે જેના કારણે હવામાન વિભાગે 18 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. બીજી બાજુ અનેક રાજ્યોમાં સતત પડી રહેલા વરસાદથી પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે કેરળ, કર્ણાટક, બિહાર, ઝારખંડ, પશ્ચીમ, બંગાળ, ઓરિસ્સા અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની માનીએ તો બંગાળની ખાડી અને ઓરિસ્સામાં એક નિમ્ન દબાણનું ક્ષેત્ર તૈયાર થઈ રહ્યું છે જેના કારણે મધ્ય ભારત અને ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદનો તબક્કો જોવા મળશે. જ્યારે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી ઓરેન્જ-યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોની વાત કરવામાં આવે તો આજે આકાશમાં વાદળો છવાયેલા રહેશે. જો કે વરસાદની સંભાવનાથી સંપૂર્ણ રીતે ઈનકાર કરી દેવામાં આવ્યો છે. વિભાગે અનેક રાજ્યોમાં વરસાદની ચેતવણી વ્યક્ત કરી છે. કેરળ, કર્ણાટક, છત્તીસગઢ, ઓરિસ્સા, તેલંગણામાં આજે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.