Friday, January 10, 2025
Homeરાજ્યગુજરાતરાજ્યમાં ફાગણે જામ્યો અષાઢી માહોલ

રાજ્યમાં ફાગણે જામ્યો અષાઢી માહોલ

- Advertisement -

રાજયના અનેક વિસ્તારોમાં ફાગણે અષાઢી માહોલ જામ્યો હોય તેવું વાતાવરણ સર્જાયુ છે. ગઇકાલે અમરેલીના ગીર પંથકમાં ચોમાસા જોવો ધોધમાર વરસાદ વરસતાં નદીમાં પુર આવ્યું હતું. તો બીજી તરફ કરાનો વરસાદ થતાં માર્ગ પર બરફની ચાદર છવાઇ ગઇ હતી. રાજયના અનેક વિસ્તારોમાં ભેજના ઉચા પ્રમાણને કારણે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઇ હતી. તો રાત્રે ઠંડા પવનો ફૂંકાયા હતા. હજુ ત્રણ દિવસ કમોસમી વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે.
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયુ છે. આ વચ્ચે આજે વહેલી સવારે અનેક જગ્યાએ ગાઢ ધુમ્મસ છવાઈ ગઈ હતી.

- Advertisement -

છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી જેના પગલે ગઈકાલે વિવિધ જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવી જતા ધોધમાર વરસાદ વરસ્યો હતો. કેટલીક જગ્યાએ વરસાદની સાથે આકાશમાંથી કરા પણ પડ્યા હતા. આ ઉપરાંત આજે સવારે રાજ્યમાં અનેક જગ્યાએ ધુમ્મસી ચાદર પથરાઈ ગઈ હોય તેવુ વાતાવરણ સર્જાયુ હતું. ગાઢ ધુમ્મસના કારણે હાઈવે પર વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

રાજ્યમાં ફાગણ મહિનામાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો અને અમરેલી, ધારી તેમજ ગીર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે જગતના તાતની ચિંતામાં વધારો કરી દીધો છે. ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. ગઈકાલે અચાનક આવેલા ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રાજ્યમાં ઘણા દિવસોથી અલગ અલગ વિસ્તારોમાં માવઠું થઈ રહ્યું છે. માવઠાને કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular