Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયસ્વાસ્થ્ય સુવિધાઓ પર્યાપ્ત ન હોય, ધનિક ભારતીયો દેશ છોડી રહ્યા છે !

સ્વાસ્થ્ય સુવિધાઓ પર્યાપ્ત ન હોય, ધનિક ભારતીયો દેશ છોડી રહ્યા છે !

- Advertisement -

કોરોના કાળમાં દેશમાં ખાડે ગયેલી સ્વાસ્થ્ય સુવિધાઓથી વ્યથિત ભારતીયોએ વિદેશ ઉચાળા ભરવા લાઈન લગાવી છે. માત્ર ધનિકો જ નહીં મધ્યમ વર્ગ પણ આવું ઈચ્છી રહ્યો છે. ભારતમાં સ્વાસ્થ્ય સુવિધાની અત્યંત કથળેલી હાલતથી નાગરિકોમાં ઘોર નિરાશા વ્યાપી છે.’

એવા અનેક ભારતીયો છે જે વિદેશ સ્થાયી થવા ઈચ્છુક છે જ્યાં સારી સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ થાય. ભારતમાં કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલ બેડ, દવાઓ અને ઓક્સિજનની અછતથી લોકો ભાંગી પડયા છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ અનુસાર અડધો ડઝન જેટલા વીઝા અને ઈમીગ્રેશન સર્વિસ પ્રોવાઈડર્સનું કહેવુ છે કે છેલ્લા બે માસમાં તેમની પાસે ર0 ટકા વધુ પૂછપરછ આવી છે. આવનારા સમયમાં આ સંખ્યા વધવાનો અંદાજ છે. કવેરીનું પ્રમાણ ગત વર્ષ કરતાં રપ ટકા વધુ છે.
ભારતીયો દ્વારા અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા લોકપ્રિય દેશો સાથે ઓસ્ટ્રિયા, આયર્લેન્ડ, પોર્ટુગલ, માલ્ટા, સાઈપ્રસ, ટર્કી, સેંટ કિટ્સ, નેવીજ જેવા દેશોની પૂછપરછ થઈ રહી છે. વીઝા અને ઈમીગ્રેશન કંપનીના ડાયરેકટર ચરણજીત સિંહનું કહેવું છે કે કોરોના વાયરસે ભારતના પ્રત્યેક ઘરને અસર કરી છે. વિદેશ સ્થાયી થવા ઈચ્છુકોમાં ધનિકો જ નથી મધ્યમવર્ગના લોકો પણ આવી સંભાવનાઓ શોધવા લાગ્યા છે. ઓછા ખર્ચ અને ઓછી પ્રક્રિયામાં કયા દેશમાં સ્થાયી થઈ શકાય તેવી પૂછપરછ આવે છે. લોકો એવું માનવા લાગ્યા છે કે જો સરકાર હેલ્થકેર પાછળ ખર્ચ કરવા ઈચ્છતી નથી તો ભારતમાં રહેવાનો કોઈ અર્થ નથી. ટ્રાવેલ એજન્ટ્સ એસો.ઓફ ઈન્ડિયાના પ્રમુખ જ્યોતિ મલાય કહે છે કે ઈમીગ્રેશન કવેરીઓમાં હાલ એવા લોકો વધી રહ્યા છે જેઓ ખૂદ વિદેશમાં કામ કરે છે અને તેમના માતા-પિતા ભારતમાં એકલા રહે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular