Monday, December 23, 2024
Homeરાજ્યપેટ્રોલપંપના માલિક પાસે 10 લાખની ખંડણી માંગી પોતાને ડોન ગણાવી એસપીને ચેલેન્જ...

પેટ્રોલપંપના માલિક પાસે 10 લાખની ખંડણી માંગી પોતાને ડોન ગણાવી એસપીને ચેલેન્જ આપી અને…

વાઈરલ થયેલ ઓડીઓ કલીપમાં ધમકી આપનાર શખ્સની પોલીસે ધરપકડ કરી

- Advertisement -

અમરેલી શહેરમાં પેટ્રોલપંપના મલિકને ફોન કરી 10 લાખની ખંડણી માંગી શખ્સે તેને જાનથી મારી નાખવાની તેમજ ફાયરિંગ કરવાની ધમકી  આપી હતી.  આ ઓડીઓ કલીપ પણ વાઈરલ થઇ હતી જેમાં અમરેલીનો શખ્સ એસપીને ચેલેન્જ આપી રહ્યો હતો.  ત્યાર બાદ પેટ્રોલપંપના માલિક દ્રારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા અમરેલી પોલીસની ટીમો અલગ અલગ દોડી તપાસ હાથ ધરી હતી. ત્યારે મોડી રાતે આરોપી છત્રપાલ વાળાને અમરેલી એલસીબી દ્વારા પકડી પાડ્યો છે.

- Advertisement -

અમરેલી શહેરમાં આવેલા ગુરુદત્ત પેટ્રોલ પંપના માલિક હિતેષ આડતિયાને ફોન કરી શાંતિથી પેટ્રોલ પંપ ચલાવવો હોય તો દસ લાખ રૂપિયા આપવાની માગ કરી હતી.  છત્રપાલ વાળા અને પેટ્રોલપંપના માલિક હિતેષભાઈ વચ્ચેની વાતચીતની વાઈરલ થયેલી સાડા ત્રણ મિનિટની ઓડિયો ક્લિપમાં છત્રપાલ વાળાએ અમરેલી એસપી અને સાંસદ નારણ કાછડિયાના નામોનો ઉલ્લેખ કર્યો હતો છત્રપાલ વાળાએ પોતાને અમરેલીનો બાપ ગણાવ્યો હતો અને દસ લાખની માગ કરી હતી. પેટ્રોલપંપના માલિકે ના પાડતા ત્રણ દિવસમાં ફાયરીંગ કરવાની ધમકી પણ આપી હતી. જેની અમરેલી પોલીસે ધરપકડ કરી છે. આ અંગે અમરેલીના એસપીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. છત્રપાલ વાળા વિરુધ ડઝન ઉપર ફરિયાદ નોંધાઈ ચુકી છે.

વાઈરલ ઓડીઓ કલીપમાં ખંડણીખોરે કહ્યું કે, હું અમરેલીનો કાઠી દરબાર છું. કોઈ મારું કશું ઉખેડી શકશે નહીં. અને જે નિલિપ્ત રાયના દમ પર તમે છો. તે આખી જિંદગી અમરેલીમાં રહેવાના નથી. જો તારે સુરક્ષા જોતી હોય તો, 10 લાખ રૂપિયા પહોંચાડી દેજે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular