જામનગરમાં પર્યાવરણ માટે એચડીએફસી બેંક દ્વારા વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું છે વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત વૃક્ષના રોપા વિતરણ કાર્યક્રમનું આજરોજ જામનગરમાં દરેડ, ચેલા જીઆઇડીસી ફેસ-2 ખાતે આવેલ જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત મિયાવાકી પઘ્ધતિ દ્વારા શહેરી વનીકરણ હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમમાં એચડીએફસી બેંકના કલ્સ્ટર હેડ નિરજભાઇ દત્તાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


