Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, અઢી ઈંચ ખાબકયો

જામનગરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, અઢી ઈંચ ખાબકયો

- Advertisement -

ભાણવડનો કબરકા ડેમ ઓવરફલો : જામજોધપુર સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યું જામનગર શહેરમાં અસહ્ય બફારા અને ગરમીના માહોલ વચ્ચે બપોરે વાતાવરણમાં પલટો આવતા ઘટાટોપ વરસાદી વાતાવરણ છવાયું હતું અને ત્રણેક વાગ્યે મુશળધાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદને કારણે શહેરમાં અનેક સ્થળોએ નુકસાની સર્જાઈ હતી. જામનગર શહેર ઉપરાંત કાલાવડ, લાલપુર, જામજોધપુર સહિતના ગ્રામ્યો વિસ્તારોમાં પણ ખેતીને ફાયદારૂપ વરસાદ જતાં ધરતીપુત્રો ખુશખુશાલ બની ગયા હતાં. મુશળધાર વરસાદને પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જામનગરની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. ભાણવડ તાલુકાનો કબરકા ડેમ ઓવરફલો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જામનગર શહેરમાં બપોરે ચાર થી છ દરમિયાન અઢી ઇંચ, ધ્રોલમાં પોણા બે ઇંચ, કાલાવડ અને લાલપુરમાં સાત-સાત મિ.મી. તથા જોડિયામાં પાંચ મિ.મી. વરસાદ નોંધાયો હતો. જામનગર શહેરમાં છેલ્લાં બે-ત્રણ દિવસથી અસહ્ય ગરમી અને બફારા વચ્ચે આજે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા મેઘરાજાનું સ્વરૂપ જોવા મળ્યું હતું. જામનગરમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે શરૂ થયેલા વરસાદને કારણે શહેરમાં વિવિધ જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા તો વીજળી પણ ગુલ થઈ હતી. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. જામનગર શહેર ઉપરાંત જામજોધપુર, લાલપુર તથા કાલાવડ પંથકમાં પણ વરસાદ ખાબકયો હતો. બપોરે બે થી ચાર દરમિયાન જામજોધપુરમાં 67 મિ.મી., લાલપુરમાં 26 મિ.મી. તથા કાલાવડમાં 20 મિ.મી. વરસાદ નોંધાયો હતો. લાલપુર તાલુકાના ભણગોરમાં સતત ત્રણ દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. ત્યારે નદીઓ બેકાંઠે થઈ રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. છેલ્લાં થોડાં દિવસોથી મેઘરાજા ભાણવડ તાલુકામાં ધીમી ધારે હેત વરસાવતા હતાં ત્યારે ઉપરવાસમાં સારા વરસાદથી ભાણવડનો કબરકા ડેમ ઓવરફલો થયો હતો. ભાણવડ તાલુકામાં આજે 18 મિ.મી. વરસાદ નોંધાયો હતો. કબરકા ડેમ ઓવરફલો થતા ખેડુતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. જામનગર શહેરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી હતી. શહેરનાં લીમડાલાઈન, જયશ્રી ટોકીઝ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular