દરેક વ્યક્તિ મચ્છરોના આતંકથી પરેશાન છે, તેથી કેટલાક લોકો મચ્છરોને મારવા કોઇલ, પ્રવાહી અથવા સ્પ્રેનો ઉપયોગ કરે છે, પણ કોઈ ફાયદો થતો નથી. પરંતુ શું તમે જાણો છો કે આ રાસાયણિક પદાર્થોના ઉપયોગથી શરીરને કેટલું નુકસાન થઈ શકે છે.
તમારા લાખો પ્રયત્નો પછી પણ, આ મચ્છર ઘરમાં પ્રવેશ કરતાં અને ડેન્ગ્યુ, મેલેરિયા અને પીળા તાવ જેવા જીવલેણ રોગો ફેલાવવાનું બંધ કરતા નથી. આ રાસાયણિક પદાર્થોથી બનેલા સ્પ્રે, કોઇલ વગેરેમાંથી નીકળતો ધુમાડો શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે, જે શરીરમાં પહોચીને શ્વાસ લેવામાં તકલીફ ઉભી કરી શકે છે. આનાથી બચવા માટે તમે અમુક ઘરેલું ઉપાયો દ્વારા પણ કરી મચ્છરોના આતંકથી છુટકારો મેળવી શકો છો.
સૂર્યપ્રકાશથી અમુક હદે મચ્છરોને દુર રાખી શકાય છે, પરંતુ સુરજ ઢળતાજ મચ્છરો સક્રિય થઇ જાય છે. જો તમે મચ્છર મુક્ત ઘર ઈચ્છો છો તો સાંજે સુરજ ઢળતાજ ઘરના બારી-દરવાજા કસીને બંધ કરી દો જેથી મચ્છર ઘરમાં પ્રવેશ ન કરી શકે. દરવાજા અથવા બારીઓમાં આવેલી નાની જગ્યાઓ પણ બોલ્ક કરી દો જેથી મચ્છર અંદર ના પ્રવેશી શકે.
જો તમે એમ વિચારી રહ્યા હોવ કે મચ્છરોના ઉપદ્રવને કેવીરીતે નિયંત્રિત કરવો તો એક વાત ખાસ સુનિશ્ચિત કરો કે ઘરમાં ક્યાય એવી જગ્યા તો નથી ને કે જ્યાં મચ્છરો ઇંડા મુકતા હોય. આપના ઘરમાં કે બગીચામાં જમા પાણી મચ્છરોના પ્રજનન માટેનું સ્થળ હોય શકે છે. જો ઘરની અંદર કે સ્ટોર રૂમમાં કે રસોડામાં રાખેલી જૂની વસ્તુઓને સમય-સમય પર સાફ કરો કારણ કે મચ્છરો ત્યાંજ પોતાનું ઘર બનાવી શકે છે. ઘરની બહાર કે આજુબાજુમાં ગંદકી ન થવા દો.
ઘરની અંદર મચ્છરોથી છુટકારો મેળવવા માટે ઘરની અંદર પણ મચ્છર ભગાડવા માં મદદરૂપ છોડ રાખી શકો છે. આવા છોડને રૂમની અંદર ટેબલ પર રાખી શકાય છે. આમાંથી અમુક છોડ ફક્ત મચ્છરોજ નહિ પણ અન્ય કીટ અને ઉંદરને પણ દુર રાખે છે. સામાન્ય રીતે આ છોડ નાના હોય છે એટલે આસાનીથી ઘરની અંદર રાખી શકાય છે, જેમકે મેરીગોલ્ડ, તુલસી, લેમનગ્રાસ, સિટ્રોનેલા, ટકસાલ અને કૈટનીપ.
મચ્છરોથી ઘરને મુક્ત રાખવા માટે એક અજમાવેલો અને પરખેલો નુસખો છે કે તમે લીંબુ સાથે લવિંગ નો પ્રયોગ કરી શકો છો. મચ્છર લવિંગ અને ખાટી વસ્તુઓની ગંધ થી નફરત કરે છે. એક લીંબુ ને બે ભાગમાં કાપી તેની વચ્ચે લવિંગ રાખી ડો અને એક પ્લેટ માં રાખી મચ્છરવાળી જગ્યાની આસપાસ રાખી દો. આ મચ્છર થી છુટકારો મેળવવાની પ્રાકૃતિક રીત છે અને એનાથી આપને કોઈપણ જાતનું નુકસાન પણ નહિ થાય.
લસણના ઉપયોગથી પણ મચ્છર ભાગશે. લસણની 5 થી 6 કડીઓને વાટીલો. તેને એક કપ પાણીમાં મેળવીને થોડીવાર ઉકાળી લો. આ પાણીને એક સ્પ્રે બોટલમાં ભરી ઘરના આલગ-આલગ ખૂણાઓમાં છાંટી દો. આની ગંધથી પણ મચ્છર દુર રહેશે.