દારૂના શોખીનો માટે હરિયાણા સરકારે મોટો નિર્ણય લીધો છે. હરિયાણામાં દારૂ પીવાની ઉંમર 25 વર્ષથી ઘટાડી 21 વર્ષ કરી દેવામાં આવી છે. હરિયાણા વિધાનસભા આબકારી (એક્સાઇઝ) કાયદો, 1914ની કુલ ચાર કલમોમાં સંશોધન કરવામાં આવ્યું હતું. હરિયાણાના સંશોધિત આબકારી બિલને રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેયની મંજૂરી મળી ગઈ છે. 11 ફેબ્રુઆરી બાદ આ સંશોધન રાજ્યમાં લાગૂ થઈ ચુક્યુ છે. કાયદામાં ફેરફાર બાદ કોઈપણ દેશી દારૂ કે નશીલી દવાઓના નિર્માણ, છુટક કે જથ્થાબંધ વેચાણ માટે ઉંમરની મર્યાદાને હટાવી દીધી છે. કાયદામાં સંશોધન બાદ રાજ્ય તરફથી આ વ્યાવસાય માટે ઉંમર મર્યાદા 25 વર્ષથી ઘટાડી 21 વર્ષ કરી દેવામાં આવી છે. કલમ 29 હેઠળ, લાઇસન્સ પ્રાપ્ત વિક્રેતા 25 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિને કોઈપણ દારૂ અથવા ડ્રગ્સનું વેચાણ અથવા વિતરણ કરી શકશે નહીં. સુધારા બાદ અહીં વય મર્યાદા પણ ઘટાડીને 21 વર્ષ કરી દેવામાં આવી છે.