Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતહરિપ્રસાદ સ્વામીજીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન

હરિપ્રસાદ સ્વામીજીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન

- Advertisement -

સોખડા હરિધામ મંદિરના લીમડા વનમાં સંતોએ મુખાગ્નિ આપીને હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ સંસ્કાર કર્યાં હતા. હરિપ્રસાદ સ્વામીજીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો છે. આ સમયે હાજર તમામ સંતો અને ભક્તો ચોંધાર આસુએ રડી પડ્યા હતા. આ પહેલા પાલખી યાત્રા હાલ લીમડા વન ખાતે પહોંચી હતી. જ્યાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન કર્યાં હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં સંતો જોડાયા હતા. સ્વામીજીના નશ્વર દેહને રાજકોટના શાસ્ત્રી સહિત પાંચ પંડિતો દ્વારા યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર અંતિમ સંસ્કાર વિધિ કરાવી હતી.

- Advertisement -

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હરિપ્રસાદ સ્વામીના હંમેશા આપણી સાથે જ રહેશે. ગુજરાતની સાડા છ કરોડની જનતા વતી તેમને શ્રદ્ધાંજલિ અર્પુ છું. તેમના આશિર્વાદ આપણા પર વરસતા રહેશે તેવી મને શ્રદ્ધા છે. વર્ષોથી તેઓ ગુજરાતની ચિંતા કરતા આવ્યા હતા. નર્મદા ડેમ બાંધવની વાત હોય, કોમી એખલાસ, ગુજરાતના વિકાસની વાત હોય, શિક્ષણ અને વાવાઝોડાની સ્થિતિમાં તેઓ ગુજરાતની ચિંતા કરતા આવ્યા હતા. તેઓએ તમામ હરિભક્તોને કામે લગાડીને ગુજરાત સુખી થાય તેવી તેવા પ્રયત્નો હતા. આજે ગુજરાતને મોટી ખોટ પડી છે. મોટા સંત ગુમાવ્યા છે. ગુજરાત તેમને હંમેશા યાદ કરશે. તેમના ચિંધેલા માર્ગે ચાલશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular