જામનગર તાલુકાના બાલાચડી ગામમાં આવેલી દરગાહે ઉર્ષમાં ગયેલી યુવતીને તેણીના જ પિતરાઇએ બાઈક પર આવી જાતિય સતામણી કર્યાના બનાવમાં પોલીસે યુવતીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના બાલાચડી ગામ પાસે આવેલી યાકુબશા પીરની દરગાહે ઉર્ષના કાર્યક્રમમાં ગયેલી યુવતી સાથે તેણીના જ ફઇનો દિકરો સલીમ અબ્દુલ ગાધ નામના શખ્સે બાઈક પર યુવતીની પાછળ પાછળ જઈ શારીરિક પજવણી કરી નિર્લજજ હુમલો કર્યો હતો. પિતરાઈ દ્વારા હુમલો અને પજવણી કર્યાના બનાવમાં યુવતી દ્વારા જાણ કરાતા હેકો એન.એમ. ભીમાણી તથા સ્ટાફે સચાણાના સલીમ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.