Friday, December 5, 2025
Homeરાજ્યહાલારકલ્યાણપુર પંથકમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરના મહિલા કર્મચારીની જાતીય સતામણી

કલ્યાણપુર પંથકમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરના મહિલા કર્મચારીની જાતીય સતામણી

બે શખ્સોએ અનૈતિક સંબંધોની માંગણી કરી : જાતિ પ્રત્યે અપમાનિત કર્યાના બનાવમાં પોલીસ ફરિયાદ : એટ્રોસિટી સહિતના ગુનામાં બે સામે ફરિયાદ

દેવભૂમિ દ્વારકા તાલુકાના કલ્યાણપુર પંથકમાં આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીને યેનકેન પ્રકારે વાંકમાં લઇ ફોન દ્વારા તથા રૂબરૂમાં અનૈતિક સંબંધોની માંગણી કરી જાતિ પ્રત્યે અપમાનિત કર્યાના બનાવમાં પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ફરજ બજાવતા એક મહિલા કર્મચારીને કોઈપણ રીતે વાંકમાં લઈ અને રાણ ગામના ભાણજી હરજી કણજારીયા અને ભોપલકા ગામના દેવશી મનજી રાઠોડ નામના શખ્સો દ્વારા જેમ તેમ બોલી અને ઉતારી પાડવામાં આવતા હતા. આટલું જ નહીં, આરોપી દ્વારા તેણીને ફોનમાં મેસેજ દ્વારા તથા રૂબરૂ મળે ત્યારે દ્વિઅર્થી ભાષામાં કામુક શબ્દો વાપરીને તેની સાથે અનૈતિક માંગણી કરવામાં આવતી હતી.

આ રીતે મહિલા કર્મચારીની જાતીય સતામણી કરતા તેણી તાબે ન થતા તેમને ઉપરી અધિકારીઓ મારફતે નોટિસ અપાવીને આરોપીઓ દ્વારા તેની સાથે જાતીય સતામણી કરી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવતા હોવા અંગેની ધોરણસર ફરિયાદ મહિલા દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

- Advertisement -

વર્ષ 2022 થી જુન-2025 સુધીના સમયગાળા દરમિયાન બનેલા આ બનાવ અંગે પોલીસે ભારતીય સંહિતા અને એટ્રોસિટી સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular