Sunday, January 12, 2025
Homeરાજ્યજામનગરના નાના થાવરિયા ગામમાં લુખ્ખાઓનો ત્રાસ

જામનગરના નાના થાવરિયા ગામમાં લુખ્ખાઓનો ત્રાસ

ગ્રામજનો દ્વારા ગ્રામ્ય ડીવાયએસપીને આવેદનપત્ર : ઘણાં સમયથી ગ્રામજનોને ત્રાસ આપતા લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહીની માંગણી

- Advertisement -

જામનગર તાલુકાના નાના થાવરિયા ગામમાં છેલ્લાં ઘણાં સમયથી લુખ્ખા તત્વોના ત્રાસથી ત્રસ્ત ગ્રામજનોએ આજે ગ્રામ્ય ડીવાયએસપી આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી કરવા માગણી કરી હતી.

- Advertisement -

જામનગર તાલુકાના નાના થાવરિયા ગામમાં લુખ્ખા તત્વોનો કેફી પ્રવાહી પી ને લોકોને ત્રાસ આપી અવારનવાર દંગલ કરતા હોય છે અને જે કોઇ વ્યકિત તેને મળે તેની સામે અપશબ્દો બોલી મારકૂટ કરતા હોય છે. ખાસ કરીને વાડી વિસ્તારમાં રાત્રિના સમયે આવા લોકો પોતાના પ્રોગ્રામ કરતાં હોય છે તેમજ આ લુખ્ખા તત્વો દ્વારા છેલ્લાં એક-બે વર્ષથી ગ્રામજનોને સતત ત્રાસ આપવામાં આવી રહ્યો છે અને હાલમાં ગામના નંદલાલભાઈ મોહનભાઇને લુખ્ખા તત્વોએ અસહ્ય માર માર્યાની ફરિયાદ નોંધાઈ હોવા છતાં આવા તત્વો ખુલી તલવાર લઇને ગામની બજારોમાં બેરોકટોક ફરતા હોય છે અને ફરિયાદ કરનારને ધમકીઓ આપતા હોય છે. આ મામલે પોલીસે હજુ સુધી શખ્સોની ધરપકડ કરી ન હોય જેથી ગામમાં ભયનો માહોલ રહેલો છે અને ગ્રામજનોએ આ સમગ્ર પ્રકરણમાં ગ્રામ્ય ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવી આવા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular