હવામાન વિભાગ દ્વારા રાજયમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. દેવભુમી દ્વારકા જિલ્લમાના ભાણવડ તાલુકામાં આજે બપોરબાદ વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાનું આગમન થયું હતું. મેઘરાજાના આગમનથી લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી.
દેવભુમી દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આજે બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભાણવડ તાલુકાના ગુંદા ગામે બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વાવણી લાયક વરસાદથી ખેડુતોમાં ખુશીની લહેર છવાઇ હતી. તો બીજી તરફ વરસાદને પરિણામે આકરી ગરમીનો સામો કરી રહેલાં લોકોને પણ ગરમીમાંથી રાહત મળી હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવવા સાથે વરસાદની મજા માણી હતી.