ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતી જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં માર્ચ એન્ડીગના કારણે યાર્ડનું કામકાજ બંધ રહેશે.
બજાર સમિતિના સેક્રેટરી હિતેષ પટેલના જણાવ્યા અનુસાર માર્કેટ યાર્ડ વેપારી એસોસિએશનની માંગણી મુજબ માર્ચ એન્ડીગના કારણે તા.24 માર્ચથી 1 એપ્રિલ સુધી માર્કેટ યાર્ડ હાપાનું તમામ જણસીની હરરાજીનું કામકાજ બંધ રહેશે. તા.2 એપ્રિલથી હરરાજીનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે.


