રેલ્વે દ્વારા હાપાથી મુંબઇ સુધીની સુપરફાસ્ટ સ્પેશિયલ દૈનિક દુરન્ટો ટ્રેનનો તા.19 માર્ચથી પ્રારંભ કરવામાં આવશે. જામનગર-હાપાથી મુંબઇ જવા માંગતા લોકોને આ ટ્રેનનો ફાયદો મળશે.
રેલ્વે દ્વારા ટ્રેન નં.09231 તથા 09232 મુંબઇ સેન્ટ્રલ-હાપા-મુંબઇ સેન્ટ્રલ ડેઇલી દુરન્ટો સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે. હાપા-મુંબઇ સેન્ટ્રલ ડેઇલી દુરન્ટોનો તા.19થી પ્રારંભ થશે. જે રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, સુરત સહિતના સ્ટેશનો ખાતે ઉભી રહેશે. આ ટ્રેન હાપાથી સાંજે 7:40 વાગ્યે ઉપડી બીજે દિવસે સવારે 8 વાગ્યે મુંબઇ સેન્ટ્રલ પહોંચશે. તેમજ મુંબઇ સેન્ટ્રલ-હાપા ટ્રેન રાત્રે 11:10 વાગ્યે મુંબઇ સેન્ટ્રલથી ઉપડશે અને બીજે દિવસે બપોરે 11:45 વાગ્યે હાપા પહોંચશે. આ ટ્રેન સંપૂર્ણપણે રિઝર્વેશન ટ્રેન રહેશે.