તાજેતરમાં હાપા ગામે ગરબી મંડળના સંચાલકે બે ઇસમો દ્વારા જમીન પચાવી પાડવાના વિરોધમાં આત્મહત્યા કરી હતી. જેના વિરોધમાં આજરોજ હાપા ગ્રામજનો દ્વારા ડિવાયએસપીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
હાપાના ખોડિયાર ગરબી મંડળના નામથી હરિભાઇ છેલ્લાં 33 વર્ષથી નવરાત્રી દરમ્યાન ગરબીનું આયોજન કરતાં હતાં એકાદ માસ પૂર્વે આ કોમન જગ્યામાં આ ગેરકાયદેસર રીતે દબાણ કરી બાંધકામ કરવાની કેટલાંક લોકો દ્વારા તજવીજ હાથધરાતા ગરબી મંડળના સંચાલક દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી.આથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરી આરોપીઓને વહેલી તકે, ધરપકડ કરવાની માંગ સાથે ગામજનો દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ હતી.
હાપા ગરબી મંડળ સંચાલક આત્મહત્યાના આરોપીને તાત્કાલીક પકડવા માંગ
ગ્રામજનો દ્વારા સીટી ડીવાયએસપીને આવેદન પત્ર પાઠવાયું