જામનગરમાં આઇએનએસ વાલસુરા દ્વારા ગઇકાલે રવિવારે હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આઇએનએસ વાલસુરા નેવી દ્વારા આયોજિત હાફ મેરેથોન દોડમાં 2000થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ હાફ મેરેથોન દોડનો મેયર વિનોદભાઇ ખિમસુરીયા, કલેકટર બી.એ. શાહ, કમિશનર ડી.એન. મોદી, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ નેવીના કમાન્ડન્ટ ઓફિસર દ્વારા હાફ મેરેથોન દોડને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. શહેરના લાખોટા તળાવ ખાતેથી આ હાફ મેરેથોન દોડનો પ્રારંભ થયો હતો. જે શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઇ હતી.