ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે મોરબીમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. મોરબીની 100 બેડની સરકારી હોસ્પિટલમાં માત્ર 22 જ બેડ ખાલી છે. ત્યારે ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓને સારવાર માટે બેડ મળી રહ્યા નથી. તેવામાં અમુક દર્દીઓને રાજકોટ લઇ જવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીના વેપારી એસોશીએશન દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે કે સોમવારથી મોરબીમાં તમામ દુકાનો બપોર બાદ બંધ રહેશે.
મોરબીમાં સતત વધી રહેલા કોરોનાના કેસના કારણે વેપારી એસોસીએશન દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે કે સોમવારથી શહેરની દુકાનો અડધો દિવસ જ ખુલ્લી રહેશે. બપોરે 2 વાગ્યા બાદ તમામ બજારો બંધ રહેશે. ત્યારે મોરબીના બીલીયા ગામમાં કોરોનાનું સંક્રમણ વધતા ગામમાં બહારથી આવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે સોમવારથી મોરબી શહેરની તમામ દુકાનો બે વાગ્યા બાદ બંધ રહેશે તેવો વેપારી એસોસીએશન દ્રારા નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં રેકોર્ડબ્રેક 2640 કેસ નોંધાયા છે.ત્યારે એક તરફ રાજ્યમાં રસીકરણની પ્રક્રિયા પણ પુરઝડપે ચાલી રહી છે. ગઈકાલના રોજ 4,40,346 લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી હતી.