Friday, September 20, 2024
Homeરાજ્યજન્માષ્ટમી પર્વના ચાર દિવસ દરમિયાન 4.97 લાખ ભાવિકોએ દ્વારકાધિશના દર્શન કર્યા

જન્માષ્ટમી પર્વના ચાર દિવસ દરમિયાન 4.97 લાખ ભાવિકોએ દ્વારકાધિશના દર્શન કર્યા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા ખાતે આવેલ દ્વારકાધિશ જગત મંદિરમાં જન્માષ્ટમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી થાય છે. અનેક રાજ્યોમાંથી લોકો મોટી સંખ્યામાં જન્માષ્ટમી નિમિત્તે દ્વારકા ખાતે ઉમટે છે. ત્યારે ગત તા.18 થી 21 ઓગસ્ટ દરમિયાન કુલ 4.97 લાખ ભાવિકોએ દ્વારકાધિશના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

- Advertisement -

દ્વારકામાં જન્માષ્ટમી પર્વની ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીના તહેવારમાં દ્વારકા ખાતે લોકો વિશાળ સંખ્યામાં ઉમટતા હોય છે. આ વર્ષે જન્માષ્ટમી દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, હાલારના સાંસદ પૂનમબેન માડમ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ધનરાજભાઈ નથવાણી સહિત અનેક મહાનુભાવોએ જન્માષ્ટમીના દ્વારકાધિશના દર્શનનો લાભ લીધો હતો. ત્યારે અનેક રાજ્યમાંથી લોકો પણ વિશાળ સંખ્યામાં દ્વારકા ખાતે ઉમટયા હતાં. ગત તા.18 ઓગસ્ટના રોજ 73791, તા.19 ઓગષ્ટના 2,11,277 તા.20 ઓગષ્ટના 1,18,834 તથા તા.21 ઓગષ્ટના 93,235 દર્શનાર્થીઓ મળી ચાર દિવસ દરમિયાન કુલ 4,97,137 જેટલા દર્શનાર્થીઓએ ભગવાન દ્વારકાધિશના દર્શનનો લાભ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular