Sunday, September 8, 2024
Homeરાજ્યહાલારજામનગરના શેખપાટ નજીકથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે રીઢો ગુનેગાર ઝબ્બે

જામનગરના શેખપાટ નજીકથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે રીઢો ગુનેગાર ઝબ્બે

એસઓજીની ટીમે એક પિસ્તોલ અને કારતૂસ સાથે દબોચ્યો : હત્યા, હત્યાનો પ્રયાસ જેવા ગુનાઓમાં સંડોવાયેલા શખ્સની વધુ પુછપરછ

- Advertisement -

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર શેખપાટ ગામના પાટીયા પાસેથી જામનગરના શખ્સને એસઓજીની ટીમે ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્તોલ અને એક કારતૂસ સહિતના 61 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર-રાજકોગ ધોરીમાર્ગ પર સુપ્રિમ હોટલ નજીક આવેલા શેખપાટ ગામના બસ સ્ટેન્ડ પાસે પિસ્તોલ સાથે શખ્સ ઉભો હોવાની અનિરૂધ્ધસિંહ ઝાલા, રાજેશ મકવાણા, હર્ષદ ડોરીયા અને વિરેન્દ્રસિંહ જાડેજાને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડી એન ચૌધરી અને પીએસઆઈ જે. ડી. પરમાર તથા સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબના શખ્સ મળી આવતા આંતરીને તલાસી લેતા જુમેદ અબ્દુલ રજાક ચૌહાણ પટણી (રહે.પટણીવાડ-કાલાવડનાકા પાસે જામનગર) નામના શખ્સના કબ્જામાંથી રૂા.10,100 ની કિંમતની ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્તોલ અને એક કારતૂસ તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂા.61,000 ના મુદ્દામાલ સાથે જુનેદની ધરપકડ કરી હતી.

એસઓજીની ટીમે પૂછપરછ હાથ ધરતા જુનેદ ચૌહાણ અગાઉ હત્યા, હત્યાનો પ્રયાસ, મારામારી તથા હથિયારના અન્ય ગુનામાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું હતું. જેના આધારે એસઓજીની ટીમે જુમેદને પંચ એ પોલીસને સોંપી આપતા પોલીસે જુમેદના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular