Saturday, January 4, 2025
Homeરાષ્ટ્રીયH3N2 : બે મોત બાદ સ્વાસ્થ્ય મંત્રાલય એલર્ટ

H3N2 : બે મોત બાદ સ્વાસ્થ્ય મંત્રાલય એલર્ટ

- Advertisement -

દેશમાં ઈન્ફલુએંઝા ‘એ’ના સબ ટાઈપ એચ3એન2ના વધતા કેસોને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ મોડમાં છે. સ્થિતિ પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. લોકોને સતર્ક રહેવાની સલાહ પણ આપવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયનું માનવું છે કે, આ મહિનાના અંત સુધીમાં ઈન્ફલુએંઝાના મામલામાં ઘટાડો થવાની આશા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય એકીકૃત રોગ દેખરેખ કાર્યક્રમ નેટવર્કના માધ્યમથી વિભિન્ન રાજયો અને કેન્દ્ર શાસીત રાજયોમાં ઋતુજન્ય ઈન્ફલુ એન્ઝાની સ્થિતિ પર કડક નજર રાખવામાં આવી રહી છે. ઈન્ફલુએન્ઝાથી શ્ર્વાસ લેવામાં તકલીફથી ગંભીર રોગના કેસો બહાર આવી રહ્યા છે. અત્યાર સુધીમાં કર્ણાટક, હરિયાણાએ એચ3એન2 ઈન્ફલુએન્ઝાથી એકા-એક મોતની પુષ્ટિ કરી છે. દિલ્હી, એનસીઆર સહિત દેશના અનેક ભાગોમાં એચ3એન2 ઈન્ફલુએન્ઝાનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે.

- Advertisement -

સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે નાના બાળકોની સાથે સાથે અગાઉથી અન્ય રોગોથી પીડિત વૃદ્ધોને ઋતુજન્ય ઈન્ફલુએન્ઝાનો ખતરો વધુ છે. ભારત સહિત વૈશ્ર્વિક સ્તરે પણ આ વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં જાન્યુઆરીથી માર્ચ અને ચોમાસા બાદ ઈન્ફલુએન્ઝાના કેસમાં વધુ વધારો જોવા મળે છે. આ એક શ્ર્વાસ સંબંધી વાયરસ છે, જેમાં દર્દીને ઉધરસ, તાવ, ઉબકા, ઉલટી, ગળામાં ખરાશ, શરીરમાં દર્દ, ઝાડા જેવા લક્ષણો દેખાય છે. ડોકટરોનું કહેવું છે કે, સંક્રમણના લક્ષણ 5થી7 દિવસ સુધી રહે છે. તાવ ત્રણ થી પાંચ દિવસમાં ઉતરી જાય છે. પરંતુ ઉધરસના લક્ષણ ત્રણ સપ્તાહ સુધી રહે છે. મોટાભાગના કેસમાં ઈન્ફલુએન્ઝા મેડીકલ કેર અને દવા ખાઈને મટી જાય છે. માથાનો દુ:ખાવો અને તાવની દવા મેડીકલ સ્ટોરમાંથી લઈને ખાવાથી નુકશાન નથી પણ એન્ટી બાયોટીક ડોકટરની સલાહ વિના લેવાથી ખતરો છે. એચ3એન2 વાયરસથી બચવા માટે નિયમિત સાબુથી હાથ ધોવા જોઈએ. બીમાર વ્યક્તિના સંપર્કમાં ન આવવું. શરદી, તાવ કે માથામાં દુ:ખાવો રહે તો ડોકટરનો સંપર્ક કરવો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular