જામનગરની સેવાકીય સંયસ્થાઓ હરીદાસ જીવણદાસ લાલ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જિતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી તદન નવા અભિગમ સાથે યોજાઇ હતી. જેમાં 700થી પણ વધારે શહેરીજનો એ ઉત્સાહપૂર્વક વિવિધ વૃક્ષો અને છોડોના રોપાઓ મેળવી સાંપ્રત સમયમાં જે ગ્લોબલ વોર્મિંગ નો સળગતો પ્રશ્ન છે તે અંગે જાગૃતતા કેળવી પર્યાવરણને બચાવવા વૃક્ષો છોડવાઓ વાવી તેનું જતન કરવા કટીબધ્ધતાનું અનેરું ઉદાહરણ પરુ પાડયું હતું.
સવારે 10 વાગ્યાથી શરૂ થયેલ આ રોપા વિતરણમાં શહેરના લોકો ઉમટી પડ્યા હતા અને વિવિધ વૃક્ષો જેમ કે લીમડો, સપ્તપદી, આસોપાલવ, દાડમી, સિતાફળી, તુલસી, મોગરો, ડોલર સહીત અનેક વૃક્ષો અને છોડના રોપાઓ મેળવ્યા હતાં.
બંને ટ્રસ્ટ દ્વારા આ રોપા મેળવનાર દરેક લોકોના નામ સરનામા સહિતની તમામ વિગતો લઈ સમયાંતરે આખા વર્ષ દરમ્યાન આ વૃક્ષો, છોડવાઓના જતન અને માવજત અંગે વિગતો મેળવી વર્ષ પૂરું થયે શ્રેષ્ઠ માવજત કરનાર પર્યાવરણ પ્રેમી શહેરીજનોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવશે. આ કાર્યમાં ભાગ લેનાર તમામ નાગરિકોને ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલે બિરદાવેલ અને આભાર પણ માનેલ હતો.
એચ.જે. લાલ (બાબુભાઇ લાલ) ચેરી. ટ્રસ્ટ દ્વારા વૃક્ષના રોપા વિતરણ કાર્યક્રમ યોજાયા
700થી વધુ લોકોએ રોપાઓ મેળવ્યા : વૃક્ષો રોપાઓનું જતન કરનાર પર્યાવરણ નગરજનોનું ટ્રસ્ટ દ્વારા સન્માન કરાશે