જામનગર આયુર્વેદ સંસ્થા આઇટીઆરએ દ્વારા આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત ચાર માસ સુધી જુદા જુદા રોગો અંતર્ગત સારવાર કેમ્પ યોજાઇ રહ્યા છે. ત્યારે આજે સ્ત્રીરોગ સારવાર ચિકિત્સા કેમ્પ યોજાયો હતો. હાલના સમયમાં ગર્ભાશય અને સ્તન કેન્સર અંગે જાગૃતતા કેળવવી ખૂબ જરુરી છે. ત્યારે મહિલાઓને આ અંગે માહિતી આપવા માટે સ્ત્રી રોગ પ્રસુતિ તંત્ર દ્વારા કેમ્પ યોજાયો હતો. નવમા આયુર્વેદ દિવસ અંતર્ગત આ કેમ્પમાં ગર્ભાશય અને સ્તન કેન્સરના કારણે વધેલા મૃત્યુ દર અંગે જાગૃતતા ફેલાવા સ્ત્રીરોગ પ્રસુતિ વિભાગ દ્વારા તા. 8 નવેમ્બર-2024, માર્ચ 2025 સુધી આ વિભાગમાં નિ:શૂલ્ક નિદાન કેમ્પ યોજાશે. જેમાં જરુરી તપાસ કરીને સારવાર કરવામાં આવશે. તેમજ સ્વપરિક્ષણ કઇ રીતે કરી શકાય તે અંગે જરુરી માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. તેમ આઇટીઆરએના પ્રસુતિ વિભાગ અધ્યક્ષ શિલ્પાબેન દોંગા દ્વારા જણાવાયું હતું. આ કેમ્પન મી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો.