જામનગરમાં આજે રોજ ગુરુપૂર્ણિમા નિમિતે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત યોગ બોર્ડ દ્વારા દિગ્વિજય પ્લોટ નજીક ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મેયર બીના કોઠારી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા, જામનગર જીલ્લા યોગ કોચ પ્રીતિબેન શુક્લ સહીત અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં યોગ ગુરુ બાબા રામદેવની વંદના કરવામાં આવી હતી તેમજ બાળકોએ યોગ કર્યા હતા.
ગુરુપૂર્ણિમાનો તહેવાર અષાઢ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે મહાભારતનાં લેખક મહર્ષિ વેદ વ્યાસ જીનો જન્મ થયો હતો. વેદોનું જ્ઞાન આપનારા મહર્ષિ વેદ વ્યાસ જ છે, તેથી તે આદિગુરૂ કહેવાય છે. અને માટેજ ગુરૂપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. તેમની યાદને તાજી રાખવા માટે આ દિવસે દર વર્ષે લોકો પોત પોતાના ગુરુની પૂજા કરે છે.