ગઇકાલે ગ્લબોલ સેન્ટરના શિલાન્યાસ માટે જામનગર આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જામનગરના ગુરૂદ્વારા પ્રબંધન સમિતિના પ્રમુખ હરપાલસિંહ તથા જાણીતા ઉદ્યોગપતિ રવિપાલસિંહ તેમજ જામનગરના શીખ સમાજના અગ્રણીઓએ પ્રધાનમંત્રીની શુભેચ્છા મુલાકાત કરી હતી. ગુરૂગોવિંદસિંઘના પુત્રની યાદમાં 26 ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે ઉજવવાની પ્રધાનમંત્રીની જાહેરાતને તેમણે આવકારી અને આ અંગે શીખ સમાજ તરફથી શુભેચ્છા પાઠવી હતી.
આ શુભેચ્છા મુલાકાત સમયે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી સરબંદા સોનુવાલ, મનસુખભાઈ માંડવિયા, ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, ચીફ સેક્રેટરી પંકજકુમાર, આયુષના વૈદ્ય રાજેશ કોટેચા અને મનોજ અગ્રવાલ સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.