Friday, November 22, 2024
Homeરાજ્યકોરોના સંક્રમણ ખાળવા ભાણવડનું ગુંદા ગામ તા.17 થી 19 એપ્રિલ સજ્જડ બંધ

કોરોના સંક્રમણ ખાળવા ભાણવડનું ગુંદા ગામ તા.17 થી 19 એપ્રિલ સજ્જડ બંધ

શનિવારથી સોમવાર સુધીના સંપૂર્ણ લોકડાઉનમાં બહારથી આવતા ફેરિયાઓને પણ નો એન્ટ્રી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના વધતા જતા દર્દીઓએ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભયનો માહોલ પ્રસરાવી દીધો છે. ખંભાળિયાના ધરમપુર સહિતના અનેક ગામોમાં સ્વૈચ્છિક રીતે આંશિક લોક ડાઉન અમલમાં મૂકવામાં આવ્યું છે. ભાણવડ તાલુકામાં પણ કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાને લઇ, તાલુકાના ગુંદા ગામના આગેવાનો- ગ્રામજનો દ્વારા ગામમાં ત્રણ દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાદવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંતર્ગત આજરોજ શનિવારથી સોમવાર સુધી ગુંદા ગામની બજારો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા છે. આટલું જ નહીં, બહારગામથી આવતા ફેરિયાઓને પણ ગામની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં.

- Advertisement -

ત્રણ દિવસના સજ્જડ લોક ડાઉન પછી મંગળવારથી પણ દરરોજ સવારે સાતથી એક વાગ્યા સુધી જ ગામની દુકાનો ખુલ્લી રાખવાનું પણ ગ્રામ પંચાયત તથા સ્થાનિક વેપારીઓએ નક્કી કર્યું છે. આ વચ્ચે ગ્રામજનો માસ્ક પહેર્યા વગર ઘરની બહાર ન નીકળે તે માટે પણ આગેવાનો દ્વારા તાકીદ કરવામાં આવી છે.ખંભાળિયા સહિત જિલ્લામાં અનેક સ્થળોએ આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ તેમને નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો નથી. ત્યારે 2200 જેટલા લોકોની વસ્તી ધરાવતા ગુંદા ગામના લોકોએ સ્વૈચ્છિક રીતે સંપૂર્ણ લોક ડાઉન નથી કરતા આ બાબતને પ્રેરણારૂપ માનવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular