Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતના આરોગ્ય તંત્રને લકવો થયો છે ?!

ગુજરાતના આરોગ્ય તંત્રને લકવો થયો છે ?!

- Advertisement -

કેન્દ્ર સરકાર સમગ્ર દેશના આરોગ્ય તંત્રને મજબુત સ્થિતિમાં મુકવા માટે તમામ રાજયોને જુદાં-જુદાં સમયે વિવિધ યોજનાઓ હેઠળ કેન્દ્રમાંથી નાણાં મોકલાવે છે. આ રીતે ગુજરાતને પણ વર્ષ 2020-21 માટે રૂા.309 કરોડ મોકલવામાં આવ્યાં હતાં. રાજય સરકારે આ નાણાંનો ઉપયોગ કર્યો નથી.

ભારત સરકારે રાજયના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને નાબાર્ડ મારફત રૂા.309 કરોડ મોકલ્યા હતાં. આ નાણાં રાજયના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્રો બનાવવા માટે તેમજ આરોગ્ય કેન્દ્રોને સુવિધા પૂર્ણ બનાવવા માટે મોકલવામાં આવ્યા હતાં. પરંતુ ગુજરાત સરકારનો આવિભાગ આ નાણાં આ હેતુ માટે વાપરવામાં નિષ્ફળ નિવડયો છે. જો આ નાણાંનો ઉપયોગ નિશ્ર્ચિત સમય દરમ્યાન કરવામાં આવ્યો હોત તો રાજયમાં નવા 2000 આરોગ્ય કેન્દ્રો બનાવી શકાયા હોત અને એ સ્થિતિમાં ગામડાંઓ કોરોના સામે વધુ સારી રીતે લડાઇ લડી શકયા હોત.

આ અંગે ગુજરાતની હાઇપાવર કમિટીએ પણ ગુજરાત સરકારને ભલામણ કરી હતી. આ ભલામણ ધ્યાનમાં લેવામાં આવી નથી. બીજી બાજુ રાજયનો આ વિભાગ એવું જણાવે છે કે, અમને આરોગ્ય કેન્દ્રો બનાવવા માટે યોગ્ય સ્થળે જમીનો મળી નહીં તેથી આ કામ કરી શકાયું નથી. આ ફંડ નાબાર્ડ દ્વારા પણ મંજૂર કરવામાં આવ્યું હતું. તાજેતરમાં હાઇપાવર કમીટીએ એવું જણાવ્યું છે કે, આ રીતે વિવિધ વિભાગોમાં વર્ષ 2020-21 દરમ્યાન રૂા.1200 કરોડ ખર્ચ કર્યાવિના પડયા રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular