Friday, December 5, 2025
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છરશિયા તરફથી યુદ્ધ લડી રહેલા ગુજરાતી યુવકે યુક્રેન સામે સરન્ડર કર્યું :...

રશિયા તરફથી યુદ્ધ લડી રહેલા ગુજરાતી યુવકે યુક્રેન સામે સરન્ડર કર્યું : 22 વર્ષીય ગુજરાતના વિધાર્થીનો વિડીયો આવ્યો સામે

સમગ્ર વિગત મુજબ ગુજરાતના મોરબીનો રહેવાસી માજોતી સાહિલ મોહમ્મદ હુસૈન રશિયા ભણવા માટે ગયો હતો. યુક્રેનની 63મી મેકેનાઇઝ્ડ બ્રિગેડે એક વીડિયો જાહેર કર્યો હતો તેમાં જાણવા મળ્યું કે માજોતીને રશિયામાં ડ્રગ્સ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જેલ જવાથી બચવા માટે તેને રશિયન સેનામાં સામેલ થવાની ઓફર આપવામાં આવી હતી. આ ઓફર તેણે સ્વીકારી લીધી હતી. તેણે વિડીયોમાં કહ્યું કે તે જેલમાં રહેવા નહોતો માંગતો જેથી તેણે રશિયન સેના સાથે કરાર કરી લીધો.

- Advertisement -

ફક્ત બે અઠવાડિયાની તાલીમ બાદ તેણે યુધ્ધમાં મોકલી દેવામાં આવ્યો હતો. ત્યાં ત્રણ દિવસ પછી તેના કમાન્ડર સાથે લડાઈ થઇ હતી અને ત્યારબાદ તેણે યુક્રેનની સેના સામે આત્મસમર્પણ કર્યું હતું. તેણે રશિયન ભાષામાં કહ્યું કે ‘મેં મારા હથિયાર મૂકી ધીધા છે મારે લડવું નથી અને મારે મદદની જરૂર છે.’

સાહિલ માજોતીએ કહ્યું કે તે ફરી રશિયા જવા માંગતો નથી. અને સાથેસાથે એમ પણ કહ્યું કે જે તે સમયે તેણે સેનામાં જોડાવવા માટે પૈસાનું પણ કહેવામાં આવ્યું હતું પરંતુ તેણે કંઈ મળ્યું નથી.

- Advertisement -

અમુક રીપોર્ટસ અનુસાર રશિયાએ ભારત જેવા અનેક દેશોના લોકોને નોકરી કે શિક્ષણના નામે બોલાવી સેનામાં ભરતી કર્યા હતા. ન્યુઝ એજેન્સી ANI અનુસાર કીવમાં ભારતીય દુતાવાસ આ મામલાની તપાસ કરી રહ્યું છે અને યુક્રેન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જનતાને સલાહ આપી હતી કે રશિયન સેનામાં જોડાવવાની કોઈપણ ઓફર પર ધ્યાન ન આપવું, આવી ઓફરો જોખમી સાબિત થઇ શકે છે.

- Advertisement -

વિદેશ મંત્રાલયના જાન્યુઆરીના અહેવાલ અનુસાર યુક્રેન યુધ્ધમાં 12 ભારતીયોના મોત થયા છે જે રશિયા તરફથી લડી રહ્યા હતા. અત્યાર સુધી 126 ભારતીય નાગરિકોને રશિયન સેનામાં સામેલ કરવાના કેસો સામે આવ્યા છે. જેમાંથી 96 લોકો ભારત પરત આવી ગયા છે. 18 ભારતીયો હજુ પણ રશિયામાં ફસાયેલા છે. જે પૈકી 16 લોકો લાપતા છે. જોકે આ અહેવાલ અંગે હજુ સુધી ભારત સરકાર તરફથી કોઈ સત્તાવાર માહિતી કે કન્ફર્મેશન આપવામાં આવ્યું નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular