વર્લ્ડ ફિલ્મ કાર્નિવલ સિંગાપોર ફેસ્ટિવલમાં વિશ્વસ્તરીય ફિલ્મો અને વેબસીરીઝ રજૂ થતી હોય છે. જેમાં સો પ્રથમવાર કોઈ ગુજરાતી વેબ સિરીઝ પસંદ પામી છે. આ વેબ સિરીઝ હારિતઋષિ પુરોહિતની આવનારી છેલ્લી ચા છે.
વેબ સિરીઝે લોકડાઉનથી મનોરંજન ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. થિએટરના વિકલ્પે ઘર બેઠા મળતા ડિજિટલ પ્લેટફોર્મને દર્શકો પ્રાધાન્ય આપતા થઇ ગયા છે. હવે નક્લી ગાળા-ગાળી, હિંસક દ્રશ્યો, અનેતિક સંબંધો અને સતત દારૂ, જુગાર જેવા અસામાજિક તત્ત્વોને દર્શાવતી વેબસિરીઝમાંથી મોટાભાગનો વર્ગ વિમુખ થઇને પારિવારિક કે સામાજિક ક્ધટેન્ટ જોતો થઇ ગયો છે. પ્રિયજન સાથે બેસીને રોમેન્ટિક વેબ સિરીઝ જોતા જોતા કિંમતી પળો વિતાવી એ ટ્રેન્ડ બની ગયું છે.
આવા સમયે દેશ-વિદેશમાં ફિલ્મ ક્ષેત્રે કાર્યરત હારિતઋષિ પુરોહિત નવોદિત અભિનેતા વિરાજ પાટડીયા અને મનાલી જોશીને લઇને છેલ્લી ચા વેબ સિરીઝ લઇને આવી રહ્યા છે. ગુજરાત-મુંબઈના ખ્યાતનામ સિનેમેટોગ્રાફર કશ્યપ ત્રિવેદીએ ખૂબસૂરતીથી કેમેરા વર્ડ કર્યું છે. ટેલેન્ટેડ એડિટર અભિષેક મસોયા છે. અનેક ફિલ્મ અને સીરીયલમાં સંગીત આપનાર જયદીપ રાવલ તેમજ મરીઝ સાહબની એક સુપ્રસિદ્ધ ગઝલને રિક્રિએટ કરવામાં આવી છે. સેવન્થ સેન્સકોન્સેપ્ટસના બેનર હેઠળ છેલ્લી ચાના નિર્માતા કુણાલ બી. છે, જેમને અનેક એડ ફિલ્મ, કોર્પોરેટ વિડિયો બનાવા છે. છેલ્લી ચા નજીક્ના સમયમાં જ એક મોટા ડિજિટલ ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળશે.
જેમાં રંગ મંચમાં કામ કરેલા અનેક અભિનેતા જેવા કે, ઓમભટ્ટ, ઉત્સવી, હેમાંગ શાહ, હિતેન આડેસરાએ સહાયક ભૂમિકા ભજવી છે. વર્ષ 2017માં તેમની બંને ફિલ્મોને સાઉથ એશિયાની ફિલ્મ બાઝાર ઇવેન્ટની વિડિયો લાયબ્રેરીમાં સ્થાન મળ્યું છે. તાજેતરમાં જ દુબઇમાં ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ્સ અને ટિમને લઇને એડ કેમ્પેઇન્સ શૂટ કર્યા છે, જે લંડન, ઓસ્ટ્રેલિયા, દુંબઇમાં પ્રસારીત થયા છે.