Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતગુજરાત દારૂબંધીને વળગી રહેશે: નીતિન પટેલ

ગુજરાત દારૂબંધીને વળગી રહેશે: નીતિન પટેલ

- Advertisement -

ગુજરાતમાં દારૂબંધી અને ગૌ સેવા મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. દારૂબંધીને લીધે સામાજિક સુરક્ષા, શાંતિ,સલામતી અને કાયદો વ્યવસ્થાની જાળવણીની ઉત્તમ પરિસ્થિતિ છે તેવી લાગણી વ્યક્ત કરી નીતિન પટેલે જણાવ્યું કે,ભલે એક્સાઈઝ કર સહિતની ગમે તેટલી જંગી આવક જતી કરવી પડે, અન્ય રાજ્યો ભલે દારૂબંધીમાં છૂટછાટથી જંગી કમાણી કરે, ગાંધી અને સરદારના સંસ્કાર વારસા જેવી દારૂબંધીને ગુજરાત વળગી રહેશે.

- Advertisement -

તેમણે આગળ જણાવ્યું કે દારૂબંધીનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે અને જે પોલીસ મથકના વિસ્તારમાંથી દારૂનો મોટો જથ્થો પકડાય તેવા કિસ્સાઓમાં સંબંધિત પોલીસ અધિકારીની બદલી અને ફરજ મોકૂફી જેવી શિક્ષાત્મક જોગવાઈ કરવામાં આવી છે. આખા દેશમાં ગુજરાત જ કર આવક ગુમાવવાની ચિંતા કર્યા વગર દારૂબંધીનો અમલ કરે છે.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી સહુ પોતાના ધર્મ માટે ગૌરવ અનુભવે એમાં કશું ખોટું નથી.પોતાની જ્ઞાતિ, સમાજ, ગામ, રાજ્ય,રાષ્ટ્ર માટે ગૌરવ અનુભવવાનો સહુને અધિકાર છે. એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે,સહકારી સંસ્થાની કામગીરી પર નજર રાખવાનો સભાસદોને પ્રશ્નો પૂછવાનો અધિકાર છે. ગેરરીતિ જણાય ત્યાં રાજ્ય સરકાર સહકાર વિભાગ દ્વારા તપાસ કરાવે છે. આંતરિક અને સહકાર વિભાગ દ્વારા ઓડિટની જોગવાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular