ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના રોજમદાર કર્મચારીનું રૂા. 950નું વેતન પરત ખેંચી 30 વર્ષ સુધીનું રિક્વરી કરવાની કાર્યવાહીનો આદેશ કરવામાં આવ્યો છે જેને લઇ કર્મચારીઓમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા માન્ય બન્ને યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરુપે આજરોજ કર્મચારીઓ દ્વારા શરુસેકશન રોડ જામનગર ખાતે આવેલું જળ ભવન ખાતે કાળીપટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.