Friday, November 22, 2024
Homeસ્પોર્ટ્સઆઇપીએલ સાથે ગુજરાત ટાઇટન્સનો ધમાકેદાર પ્રારંભ

આઇપીએલ સાથે ગુજરાત ટાઇટન્સનો ધમાકેદાર પ્રારંભ

ગુજરાત ટાઇટન્સે ત્રીજી વખત ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સને પાંચ વિકેટે હરાવી : ઓપનિંગ સેરેમનીમાં તમન્ના ભાટિયા- રશ્મિકા મંદાના અને અરિજીતસિંગનું શાનદાર પર્ફોર્મન્સ

- Advertisement -

ફિલ્મ અભિનેત્રી તમન્ના ભાટિયા-રશ્મિકા મંદાના અને સિંગર અરિજીતસિંગના ધમાકેદાર પર્ફોર્મન્સ સાથે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઇકાલે સાંજે આઇપીએલનો શાનદાર પ્રારંભ થયો હતો. સાથે-સાથે પ્રારંભિક મેચમાં ગુજરાત ટાઇટન્સે ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સને પાંચ વિકેટે હરાવી વિજયી પ્રારંભ કર્યો હતો. ગુજરાત ટાઇટન્સે ચેન્નાઇ સુપર કિંગ્સને સતત ત્રીજા મેચમાં પરાજય આપ્યો છે.આઇપીએલની શાનદાર ઓપનિંગ સેરેમનીમાં ડ્રોન દ્વારા અદભૂત લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાયો હતો. સ્ટેડિયમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -

ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ ગઈ હતી. જેમાં ગુજરાત ટાઇટન્સને 179 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે ગુજરાતે 19.2 ઓવરમાં 5 વિકેટના નુક્સાને ચેઝ કરી લીધો હતો. ગુજરાતની આ જીતના હીરો શુભમન ગિલ, વિજય શંકર, રાશિદ ખાન અને મોહમ્મદ શમી રહ્યા છે. ચેન્નાઈએ આપેલા 179 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ગુજરાતની શરૂઆત ખરાબ રહી હતી. ડેબ્યૂ મેચ રમી રહેલા રાજવર્ધન હાંગરગેકરે સાહાને આઉટ કર્યો હતો. આ પછી ગિલ અને ઇમ્પેક્ટ પ્લેયર સુદર્શને ઇનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે 35 બોલમાં 53 રનની પાર્ટનરશિપ થઈ હતી. આ દરમિયાન શુભમન ગિલે ઈંઙક કરિયરની 15મી ફિફ્ટી ફટકારી હતી. તે ખરા સમયે આઉટ થયો હતો. તેણે શાનદાર 36 બોલમાં 63 રન બનાવ્યા હતા. જોકે આ પછી વિજય શંકરે ટીમને જીતની નજીક પહોચાડી હતી, અને અંતે રાશિદ ખાને એક જ ઓવરમાં એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકારીને ટીમને જિતાડી દીધી હતી. રાશિદે 3 બોલમાં 10* રન કર્યા હતા. ઈજઊં તરફથી ડેબ્યૂ મેચ રમી રહેલા રાજવર્ધન હાંગરગેકરે 3 વિકેટ ઝડપી હતી, તો રવીન્દ્ર જાડેજા અને તુષાર દેશપાંડેને 1-1 વિકેટ મળી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સે નિર્ધારિત ઓવરમાં 7 વિકેટે 178 રન બનાવ્યા છે. રૂતુરાજ ગાયકવાડ સદી ચૂક્યો હતો. તેણે 184ની સ્ટ્રાઈક રેટથી 50 બોલમાં 92 રન ફટકાર્યા હતા. મોઈન અલીએ 23 રન કર્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીએ 7 બોલમાં 14* રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી રાશિદ ખાન, મોહમ્મદ શમી અને અલ્ઝારી જોસેફે 2-2 વિકેટ લીધી હતી, તો જોશુઆ લિટલને 1 વિકેટ મળી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular