ગુજરાત વિધાનસભામાં ગઈકાલે શ્રમ કૌશલ્ય વિભાગની માંગણી સંદર્ભમાં માહિતી આપતા કેબીનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ તાલીમ યોજના શરુ કરવામાં ગુજરાત નંબર વન છે. તેઓએ એક પ્રશ્ર્નના જવાબમાં કહ્યું કે દેશના 4.2 ટકાના બેરોજગારી દર સામે ગુજરાતમાં બેરોજગારી દર ફકત 2.2 ટકા છે.
રાજયમાં શ્રમ યોગીઓની ભોજન માટે વધુ 150 કેન્દ્રો શરુ કરાશે. જયારે તેઓએ વધુમાં જણાવ્યું કે દેશની કુલ નિકાસમાં ગુજરાતનો ફાળો 33 ટકા છે જે તમામ રાજયોમાં સૌથી વધુ છે. જયારે ઔદ્યોગીક ઉત્પાદનમાં 18.14 ટકાનો ફાળો ગુજરાત આપે છે જે પણ તમામ રાજયોમાં સૌથી વધુ છે. ગુજરાતનો જીડીપી પણ રાષ્ટ્રીય જીડીપી કરતા વધુ છે.