Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરગુજરાત પ્રદેશ ભાજપા મહિલા મોરચાના અધ્યક્ષ જામનગરની મુલાકાતે

ગુજરાત પ્રદેશ ભાજપા મહિલા મોરચાના અધ્યક્ષ જામનગરની મુલાકાતે

યુક્રેનથી જામનગર પરત ફરેલા વિદ્યાર્થીઓની મુલાકાત લીધી : પત્રકાર પરિષદ યોજાઈ : મહિલા મોરચો આગામી સમયમાં કઇ રીતે કામ કરશે તે માટે માર્ગદર્શન આપ્યું

- Advertisement -

ગુજરાત પ્રદેશ ભાજપા મહિલા મોરચાના અધ્યક્ષ ડો. દિપીકા સરડવા આજરોજ જામનગરની મુલાકાતે આવ્યા હતાં. આ દરમિયાન તેમણે જામનગર શહેર ભાજપા કાર્યાલય ખાતે પત્રકાર પરિષદમાં ચર્ચા કરી હતી. જેમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં સમાજ અને સંગઠનમાં મહિલાઓની ભુમિકા અંગે ભાર મૂકયો હતો અને ગુજરાત સરકારના બજેટને આવકાર્યુ હતું.

- Advertisement -

આ પત્રકાર પરિષદમાં શહેર ભાજપા અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઇ બાંભણિયા, મહિલા મોરચાના પ્રભારી રૂપાબેન શીલુ, જામનગર શહેર ભાજપા મહિલા મોરચા પ્રમુખ રીટાબેન જોટંગીયા, જિલ્લા પ્રમુખ કાજલબેન, મહિલા મોરચાના મહામંત્રી ધારાબેન પટેલ તથા રેખાબેન તેમજ મિડીયા વિભાગનાં ભાર્ગવભાઇ ઠાકર વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. આજરોજ જામનગર શહેર ભાજપા કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપા મહિલા મોરચાના અધ્યક્ષ ડો. દિપીકા સરડવાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી.

- Advertisement -

તેમણે જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ 41 જિલ્લા મહાનગરોનો પ્રવાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં મહિલા મોરચો કઇ રીતે આગામી સમયમાં કામ કરશે તેમજ સરકારની મહિલાઓ લક્ષી યોજનાઓ છેવાડાની મહિલાઓ સુધી પહોંચે તે માટે મહિલા મોરચો માધ્યમ બનશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિલાઓલક્ષી અનેક યોજનાઓ લાગુ કરવામાં આવી છે. બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન પણ સફળ થયું છે. જેમાં ભારતમાં પુરૂષોની સરખામણીએ મહિલાઓની સંખ્યાના દરમાં પહેલાં કરતા હવે વધારો થયો છે. તેમજ દિકરીને જન્મથી લઇ કુંવરબાઈ મામેરું, ગંગાસ્વરૂપા યોજના સહિતની યોજનાઓ થકી મહિલાઓને સહાય મળે છે.

આ ઉપરાંત પંચાયતથી લઇ કેન્દ્ર સુધી કેસરિયા સરકારમાં પણ મહિલાઓને સ્થાન મળતું થયું છે. વડાપ્રધાન નીતિ ઘડવામાં પણ મહિલાઓનો સમાવેશ કરે છે. આજે અનેક રાજ્યપાલો પણ મહિલા છે. તેમજ કેન્દ્રીય સમિતિમાં પણ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલ બજેટમાં પણ મહિલાઓલક્ષી યોજનાઓ છે. તેમજ બજેટ સર્વગ્રાહી સર્વ સમતોલ છે તેમ તેમણે જણાવ્યું હતું.

- Advertisement -

આ ઉપરાંત તાજેતરમાં રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા તેમણે ભારત પરત લાવવા પણ સરકાર દ્વારા પ્રયાસો કરાયા છે. તેમણે યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓની મુલાકાત લેવાનું પણ જણાવ્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપા મહિલા મોરચાના અધ્યક્ષ ડો. દિપીકાબેન સરડવા એ જામનગરના વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયા બાદ પરત આવ્યા હોય તેમની મુલાકાત લીધી હતી.

આ તકે મુલાકાત દરમિયાન શહેર ભાજપા પ્રમુખ વિમલભાઈ કગથરા, શહેર ભાજપા મહામંત્રી વિજયસિંહ જેઠવા, કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, શહેર મહિલા મોરચા પ્રમુખ રીટાબેન જોટંગીયા સહિતના મહિલા મોરચાના હોદ્ેદારો – કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular