કોવિડ-19ની સેક્ધડ વેવમાં કેસની સંખ્યા ઘટી રહી છે. બીજી તરફ કોરોનામાંથી બહાર આવેલા નાગરીકો મ્યુરકમાઈકોસિસની ઝપટે ચઢી રહ્યા છે. ભારતમાં અત્યારે મ્યુકરના સૌથી વધુ દર્દીઓ ગુજરાતમાં સારવાર હેઠળ છે. આથી, ભારત સરકારે શુક્રવારે સૌથી વધુ 23,610 એમ્ફોટેરિસિન- બી ઈન્જેક્શન ગુજરાતને ફાળવ્યા છે. પહેલીવાર 20 હજારથી વધુ જથ્થો મળતા સારવાર હેઠળના દર્દીઓને ગુજરાતમાં જિલ્લા સ્તરેથી સરળતાથી ઈન્જેક્શન ઉપલબ્ધ થશે. દેશમાં મ્યુકરના સૌથી વધુ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. 5,713 કેસમાંથી 3,929 દર્દીઓ સારવાર હેઠળ હોવાથી શુક્રવારે મહારાષ્ટ્રના હિસ્સે 23,110 ઈન્જેક્શન ફાળવવામાં આવ્યા છે. જ્યારે ગુજરાતમાં કુલ કેસ 4,978 સામે સારવાર હેઠળના દર્દીઓ મહારાષ્ટ્ર કરતા વધુ 4,026 છે. આથી, એમ્ફોટેરિસિન- બી ઈન્જેક્શનનો ક્વોટા મહારાષ્ટ્ર કરતા ગુજરાતને વધુ મળ્યો છે. 11મી મેથી 4થી જૂન સુધીના 24 દિવસમાં ભારત સરકારે મ્યુકરના એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોને 3,91,060 ઈન્જેક્શન ફાળવ્યા છે. કોવિડ-19ના કેસના પ્રમાણમાં ગુજરાતમાં 0.61 %ને મ્યૂકર ગુજરાતમાં મ્યુકરના સારવાર હેઠળના દર્દીઓ જ નહિ કોવિડ-19ના કેસના પ્રમાણમાં પણ તેનું પ્રમાણ અત્યંત ઊંચુ અને ચિંતાજનક છે.
ગુજરાતમાં કોરોનાના 8.13 લાખ કેસમાંથી 4,978ને મ્યુકર થયો છે. જે કુલ કેસના 0.61 ટકાનો દર સુચવે છે. જ્યારે મહારાષ્ટ્રમાં 57.91 લાખ કોરોનાગ્રસ્તોમાંથી 5,713ને મ્યુકર થયો છે જે 0.09 ટકાનો દર સુચવે છે.