ગુજરાતની 10મી વાયબ્રન્ટ સમિટ માટે દુબઇમાં ઉદ્યોગપતિઓ સાથે 19 એમઓયુ સાઇન કરવામાં આવા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળનું એક પ્રતિનિંધિમંડળ દુબઇના પ્રવાસેથી ગુજરાત પરત ફર્યું છે.
દુબઇના 19 જેટલા ઉદ્યોગ-રોકાણકારોએ ગુજરાતમાં પોતાના વ્યવસાય-કારોબાર અને ઉદ્યોગોની સ્થાપના માટે આ રોડ-શો દરમ્યાન ગુજરાત સાથે ગિફ્ટ સિટીમાં પ્રોજેક્ટ્સ સાથે વિવિધ સેકટર્સમાં રોકાણો માટે એમઓયુ કર્યા હતા.
દુબઇનું પ્રતિષ્ઠિત શરાફ ગુ્રપ ગુજરાતમાં લોજિસ્ટીક્સ પાર્ક સ્થાપવાનું છે તે માટેના MOU તેમણે ગુજરાત સરકાર સાથે કર્યા હતા. આ ઉપરાંત અલ્ફનાર ગૃપની નેત્રા વિન્ડ પ્રાયવેટ લિમિટેડ દ્વારા 300 મેગાવોટના વીન્ડપાવર પ્રોજેક્ટ, સ્માર્ટ ગ્રીડ પ્રોજેક્ટ અને ટ્રાન્સમીશન પ્રોજેક્ટસમાં રોકાણ અંગેના MOU થયા હતા. ગુજરાતમાં અન્ય જે પ્રોજેક્ટસમાં રોકાણો માટે દુબઇના રોકાણકારોએ રસ દાખવ્યો છે તેમાં ઇન્ટીગ્રેટેડ સ્ટિલ પ્લાન્ટ, હજીરામાં ગ્રીન સિમેન્ટ ઉત્પાદન, ગિફટ સિટીમાં વેલ્યુટિંગ સર્વિસીસ અને સ્ટોકબ્રોકીંગ સર્વિસીસ, ભાવનગર પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ ધોલેરા SIRમાં રોકાણો, ચાંચ પેલેસ રિસોર્ટ ડેવલપમેન્ટ, નાઇટ્રીક એસિડ બેઇઝ્ડ ડેરિવેટીવ્ઝ, પ્રેશિયસ મેટલ્સ રિફાઇનીંગ એન્ડ ટ્રેડિંગ, કન્સલટન્સી સર્વિસીસ તથા શોપિંગ મોલ-હાયપર માર્કેટ અંગે કેપિટલ માર્કેટ એક્ટીવિટીઝ માટે કોર્પોરેટ હાઉસ અને ત્રણ MOU મલ્ટીપલ પ્રોજેક્ટસ માટેના થયા છે. ગુજરાત સાથે જે MOU થયા છે તેમાં મુખ્યત્વે શરાફ ગુ્રપ, અલ્ફનાર ગુ્રપ, લુલુ ગુ્રપ, ટ્રાન્સવર્લ્ડ, કોનારેસ ગૃપ, નરોલા ગૃપ ઇન્ટરનેશનલ જેવા પ્રતિષ્ઠિત ઉદ્યોગ-વેપાર અગ્રણી સહિતના વિવિધ રોકાણકારોનો સમાવેશ થાય છે. ઓબેરોય હોટલમાં દુબઇ રોડ-શા દરમ્યાન થયેલા આ ખઘઞ સમયે ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, યુ.એ.ઇ ખાતેના ભારતીય રાજદૂત સુંજય સુધીર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડા. રાજીવકુમાર ગુપ્તા અને ગુજરાત ડેલિગેશનના વરિષ્ઠ સચિવો, અગ્રણી ઉદ્યોગ વેપાર સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.