ગુજરાતમાં આગામી 15 જુનથી ચોમાસું શરૂ થશે અનેે આ વર્ષે સામાન્ય ચોમાસું રહે તેવી સાંભવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે, તો બીજી તરફ મુખ્ય સચિવ પંકજ કુમાર ની અધ્યક્ષતામાં યોજાયેલ પ્રિ મોન્સૂન એક્શન પ્લાનની બેઠકમાં રાજય સરકારની પ્રિ મોન્સૂન એક્શન પ્લાન ની બેઠક અંગે વધુ માહિતી આપતાં રાહત કમિશ્નર પી. સ્વરૂપે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ બેઠકમાં ગુજરાત સરકાર અને ભારત સરકારના સંલગ્ન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા જેમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની શરૂઆત અને સમગ્ર ઋતુ દરમિયાન વરસાદ કેવો રહેશે તેના ઉપર પ્રેઝન્ટેશન દ્વારા તમામ અધિકારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્યના ગૃહ વિભાગ, આરોગ્ય વિભાગ, ઉર્જા વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ સહિત સંલગ્ન તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ એ પોતપોતાના વિભાગની કરેલી તૈયારી અંગે મુખ્ય સચિવ સમક્ષ સમિક્ષા કરી હતી સાથે સાથે તમામ જિલ્લાના કલેક્ટરોએ પોતપોતાના જિલ્લામાં પ્રિમોન્સૂન એકશન પ્લાન અંગે વહીવટીતંત્ર સાથે કરવામાં આવેલી સમીક્ષા અંગે પણ ચર્ચા વિમર્શ કરવામાં આવ્યા હોવાનું કમિશનરે જણાવ્યું છે.
આ ઉપરાંત ભારત સરકારની સુરક્ષા એજેન્સીઓ જેમકે અરફોર્સ, આર્મી , એનડીઆરએફ, કોસ્ટ ગાર્ડ , અને નેવી ના ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજની બેઠકના ખાસ કરીને સ્ટેટ ડિઝાસ્ટર રીલીફ ફોર્સ એટલે કે એસડીઆરએફ તાલીમ અને બચાવ રાહત ના આધુનિક સાધનોની ચકાસણી આ અંગે પણ મુખ્ય સચિવ દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા કોર્પોરેશન અને નગરપાલિકા વિસ્તારમાં કેનાલ સફાઈ સહિત થનારી તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું રાહત કમિશનર દ્વારા જણાવાયું છે.
પ્રિમોન્સુનની ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવા, તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવા, પૂરના કારણે સ્થળાંતર થયેલ હોય તેવા વિસ્તારો ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવા, નીચાણવાળા વિસ્તારોના ઝૂંપડાઓમાં વસતા નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે અને સલામત સ્થળે ખસેડવા સુરક્ષિત સ્થળો ચકાસવા ની સૂચના મુખ્ય સચિવ દ્વારા આપવામાં આવી હતી આ ઉપરાંત ઉર્જા વિભાગ , પાણી પુરવઠા, સિંચાઇ અને એસ.ટી. વિભાગ સાથે સંપર્કમાં રહેવા તથા ટેલિફોન નંબરો અપડેટ કરવા પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
જ્યારે વધુ વરસાદ પડે તો યુ.જી.વી.સી.એલ.ના વીજ પુરવઠો જાળવી રાખવા, સાથે વાવાઝોડાના કારણે પડી ગયેલ ઇલેકટ્રીક થાંભલા ઉભા કરવા તેમજ વીજ પૂરવઠો પૂર્વવત થાય તે માટે તમામ વ્યવસ્થાની તૈયારીઓ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત આજની તમામ મુદ્દાઓની સમીક્ષા બેઠકમાં જેસીબી મશીન, બુલડોઝર, પાણીના ટેન્કર તેમજ મજૂરો તૈયાર રાખવા, જ્યારે જાન માલના કિસ્સામાં મૃતદેહો સંભળવા, સોંપવા તથા તેના નિકાલ કરવાની તૈયારીઓ રાખવા પણ બેઠખમાં ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત વાહન વ્યવહારના વિભાગીય નિયામકને સ્થળાંતર માટે જરૂરિયાત મુજબ એસટીઓ પૂરી પાડવા તથા બંધ અને શરૂ થતા રૂટ અંગેની માહિતી જનતાને સમયસર મળી રહે તે માટે કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવા પણ સૂચના આપવામાં આવી છે.
જ્યારે પુરવઠા અધિકારીને સ્થળાંતર થયું હોય તેવા કિસ્સાઓમાં અસરગ્રસ્તોને આશ્રય સ્થાનો, ઉપર ફુડ પેકેટ મળી રહે તે માટેની આગોતરી વ્યવસ્થા કરવા સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલનથી પ્લાન તૈયાર કરવા મુખ્ય સચિવ દ્વારા સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.