Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતકર્ણાટક ચૂંટણી બાદ ગુજરાતના મંત્રી મંડળનું વિસ્તરણ

કર્ણાટક ચૂંટણી બાદ ગુજરાતના મંત્રી મંડળનું વિસ્તરણ

- Advertisement -

કર્ણાટકની વિધાનસભા ચૂંટણી બાદ ગમે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરે તેવી શક્યતા છે. સૂત્રો મારફતે પ્રાપ્ત વિગત અનુસાર હાઈ કમાન્ડે આ માટે ગુજરાત સરકારને આદેશ આપી દીધો છે. મુખ્યમંત્રીના વર્તમાન મંત્રીમંડળમાં વધુ 8 નવા મંત્રીઓ ઉમેરાઈ શકે છે, જો કે હાલના મંત્રીઓમાંથી કોને પડતા મુકાશે તે અંગે સ્પષ્ટતા નથી. ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી મુખ્યમંત્રીએ પોતાના મંત્રીમંડળમાં માત્ર 16 મંત્રીઓને સરકારમાં સમાવ્યા હતા. 156 ધારાસભ્યોમાંથી માત્ર 17 સભ્યો ધરાવતા નાના કદના મંત્રીમંડળને કારણે ભાજપના બાકીના ધારાસભ્યોમાં નારાજગી ઊભી થઈ હતી. હવે અન્ય ધારાસભ્યોને પણ મંત્રીમંડળમાં તક આપીને આ નારાજગી ખાળવાનો પ્રયત્ન ભાજપ સરકાર કરશે. નવા મંત્રીઓ પૈકી એક મહિલા ધારાસભ્ય પણ હશે તથા હાલના મંત્રીમંડળના પ્રતિનિધિત્વ ન ધરાવતા જિલ્લાના ધારાસભ્યોને પણ મોકો મળશે. છેલ્લા કેટલાય સમયથી મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ સંગઠન કક્ષાએથી સરકારના બોર્ડ અને નિગમોમાં નિમણૂકો માટેનો તખતો ઘડાયો હોવા છતા હૂકમો થયા નથી, પરંતુ નવા મંત્રીમંડળની શપથ વિધિ સાથે આ કામ પણ ઉકેલાઈ જશે.

- Advertisement -

ગુજરાતના મંત્રીમંડળમાં મહત્તમ 27 સભ્યો હોઈ શકે. હાલ મુખ્યમંત્રી ઉપરાંત 16 મંત્રીઓ સહિત 17 સભ્યો હોવાથી વધુ 10 સભ્યોનો સમાવેશ કરી શકાય છે. હજુ પણ 15 જિલ્લા એવા છે કે જ્યાંથી ચૂંટાયેલા ધારાસભ્યોને મંત્રીમંડળમાં કે અન્ય સરકારી હોદ્દા પર નિયુક્ત કરાયા નથી. જો 8 નવા મંત્રીઓ આવે તો પણ 7 જિલ્લા પ્રતિનિધિત્વ વગરના રહી જાય. આ સંજોગોમાં ધારાસભ્યો પક્ષના સંગઠન અને સરકાર પર મુખ્યમંત્રીના સંસદીય સચિવ પદે નિયુક્તિઓ કરવા માટે દબાણ સર્જી રહ્યા છે. સંસદીય સચિવનો હોદ્દો રાજ્ય કક્ષાના મંત્રીથી એક પાયરી નીચો હોય છે, પરંતુ તેમને સુવિધાઓ અને પગાર ભથ્થા લગભગ સમકક્ષ મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular