Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરનવાનગર નેચર કલબ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગ્રીનવોક તથા વૃક્ષારોપણ

નવાનગર નેચર કલબ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગ્રીનવોક તથા વૃક્ષારોપણ

- Advertisement -

પર્યાવરણની ચિંતા દુનિયાભરના લોકો કરી રહ્યા છે. દર વર્ષે 5 જૂનનો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પર્યાવરણ માટે આ મહત્ત્વનાં દિવસે પર્યાવરણ જાગૃતિ અંગે હરહંમેશ પ્રવૃત એવી જામનગરની નવાનગર નેચર કલબ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ, 5 જૂન નાં રોજ ગ્રીનવોક તથા વૃક્ષારોપણ નું આગવું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ચાલતા જઈ શકાતું હોય તેવી જગ્યાએ પણ લોકો વાહનોનો ઉપયોગ કરે છે. તેમાંથી નીકળતા ડીઝલ, પેટ્રોલ, અને ગેસનાં ધુમાડા વાતાવરણમાં પ્રસરે છે અને વાતાવરણ દૂષિત થાય છે. ચાલવાની આદત છૂટી જવાના કારણે લોકોની રોજબરોજની જીવન શૈલીમાં વ્યાયામનો અવકાશ રહેતો નથી અને તેના કારણે મેદસ્વીપણું, એસિડીટી,ગેસ જેવા પેટનાં રોગોનો લોકો નાની ઉંમરમા શિકાર બને છે.

- Advertisement -

પ્રદૂષણ ઘટાડવાના ઉપાયોમાં આપણે પણ સરકારને સહકાર આપીએ, નહીંતર, પ્રદૂષણ રૂપી રાક્ષસ આપણને વિના શસ્ત્રે મોતને ઘાટ ઉતારી દેશે. એક સર્વે અનુસાર આજે જામનગર જિલ્લાનો પેટ્રોલનો રોજ વપરાશ અંદાજે ૬૭૦૦૦ લીટર છે ! આવનાર દિવસોમાં જામનગર જિલ્લામાં પ્રદૂષણ ઘટે તે માટે શહેરના લોકો કમ સે કમ અઠવાડિયામાં એક દિવસ પોતાનાં નોકરી ધંધામાં પગપાળા/સાયકલનો ઉપયોગ કરે એવા આશયથી ગ્રીન વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જો દરેક લોકો નવાનગર નેચર કલબનાં સંદેશને અનુસરશે તો લોકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે ઉપરાંત દેશનું અર્થતત્ર પણ મજબૂત બનશે. તેવું ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું.

- Advertisement -

વર્તમાન સમયમાં વાતાવરણમાં પ્રદુષણની માત્રામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતી સર્જાતાં હાલમાં ચિંતાનો વિષય બન્યો છે. આવા સંજોગોમાં દરેક વ્યક્તિએ પર્યાવરણની જાળવણી કરવા માટે પ્રયાસ કરવો ખુબજ અનિવાર્ય બની ગયું છે. વૃક્ષોનું રોપણ કરવું તેમજ વૃક્ષારોપણ બાદ તે વૃક્ષોનું યોગ્ય રીતે ઉછેર થાય તે જરૂરી છે.

વૃક્ષોના જતનથી વૃક્ષારોપણનું જે ઉમદા કાર્ય છે જે હેતુને સિદ્ધ કરવા માટે વર્તમાન સમયમાં દરેક નાગરિક વૃક્ષારોપણ કરી ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરે તો પણ હરિત ક્રાંતિ સર્જાઈ શકે છે. આવા જ ઉદ્દેશ્ય સાથે નવાનગર નેચર કલબ દ્વારા ધૂંવાવ ગામે ધિંગેશ્વર મહાદેવ મંદિર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૫૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આવનાર દિવસમાં આ જગ્યા ઉપર હજુ ૩૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. વર્તમાન સમયમાં વૃક્ષારોપણ કરવું ખુબજ અગત્ય બની ગયું છે. દરેક વ્યક્તિએ વૃક્ષારોપણ અને તેના જતનને માનવતાનો ધર્મ સમજી અપનાવવું જોઈએ. દરેક નાગરિકે સમાજ અને પર્યાવરણ માટે પોતાની ફરજના ભાગરૂપે એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ તેવું સંસ્થાના પ્રમુખ વિજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

પર્યાવરણ જાગૃતિ અંતર્ગત યોજેલા ગ્રીન વોક તથા વૃક્ષારોપણ કાર્યક્રમમાં શહેરના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડૉ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટરો હર્ષાબા જાડેજા, સરોજબેન વિરાણી, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રતીક જોશી ઉપરાંત જયેશભાઈ સરૈયા (દીપ એન્ટરપ્રાઇઝ) નયન ભાઈ જોશી, સુરેશભાઈ ભીંડી (જીલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ), ગીરીશ સરવૈયા, દીલીપ ડાંગર સાથે જિલ્લા હોમગાર્ડનાં જવાનો, નર્સિંગ કોલેજના આચાર્ય પ્રજાપતિભાઈ સાથે વિદ્યાર્થીઓ, ડેન્ટલ કોલેજ, પ્રાણોપાસના યોગ સેન્ટર, દાઉદી વ્હોરા સમાજ તથા ઇન્ડિયન ઓઇલ કોર્પોરશન- વાડીનારનાં કર્મચારીઓ તેમજ જામનગરના પ્રકૃતિ પ્રેમીઓ જોડાયા હતા.

ગ્રીન વોક રેલીને દાઉદી વ્હોરા સમાજનાં પ્રમુખ જનાબ મુસ્તાલી બસ મોહ્યુંદિન દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.


કાર્યકમને સફળ બનાવવા માટે વિજયસિંહ જાડેજા, દિનેશભાઈ રબારી, વનરાજસિંહ ચૌહાણ, ધર્મેશભાઈ અજા, મિતેષ બુધ્ધભટ્ટી, પ્રવિણસિંહ જાડેજા, ઉમેશભાઇ થાનકી, ઉત્પલભાઈ દવે, મનદીપસિંહ જાડેજા તથા જય નડીયાપરાએ જહેમત ઉઠાવી હતી. આ વૃક્ષારોપણ માટે છેલ્લા એક મહિનાથી તન-તોડ મહેનત કરી રહેલ જાણીતા વનસ્પતિ શાસ્ત્રી ઉમેશભાઇ થાનકી, એલ.આઇ.સી વિકાસ અધિકારી ઉત્પલભાઈ દવે તથા જય નડીયાપરાનું વિશેષ સન્માન કરાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular