Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsનબળા માર્કેટને કારણે LICનું ગ્રે માર્કેટ પ્રિમીયમ ઘટયું

નબળા માર્કેટને કારણે LICનું ગ્રે માર્કેટ પ્રિમીયમ ઘટયું

- Advertisement -

નબળા માર્કેટનું સેન્ટિમેન્ટ ગ્રે માર્કેટમાં એલઆઈસીના શેરના ભાવને સતત નીચે લઈ જઈ રહ્યા છે. બજાર નિરીક્ષકોના મતે એલઆઈસીના શેર 36 રૂપિયા પ્રીમિયમના ભાવ પર સોમવારે ગ્રે માર્કેટમાં મળી રહ્યા હતા. બજાર નિરીક્ષકોનું કહેવું હતું કે, એલઆઈસી આઈપીઓ ગ્રે માર્કેટ પ્રીમિયમ સોમવારે 36 રૂપિયા હતું, જે રવિવારના જીએમપી 60 રૂપિયા કરતા 24 રૂપિયા ઓછું હતું. તેમણે જણાવ્યું કે, 92 રૂપિયાના સ્તર સુધી સ્કેલ થયા પછી શેરબજારના નબળા સેન્ટિમેન્ટને કારણે એલઆઈસી આઈપીઓ જીએમપીમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે, વિશ્વભરમાં સેક્ધડરી માર્કેટ વેચાવલીનો સામનો કરી રહ્યું છે અને ભારતીય શેરબજાર તેનાથી મુક્ત નથી. વૈશ્વિક બજારના સેન્ટિમેન્ટથી ગ્રે માર્કેટને અસર થવાની જ હતી. બજાર નિરીક્ષકોના મતે, સોમવારે એલઆઈસી આઈપીઓ જીએમપી 36 રૂપિયા છે, તેનો અર્થ છે કે ગ્રે માર્કેટ એલઆઈસીનો આઈપીઓ રૂ. 985 (949-36 રૂપિયા)ની આસપાસ લિસ્ટિંગ થવાની શક્યતા જુએ છે, જે એલઆઈસી આઈપીઓના પ્રાઈસ બેન્ડ રૂ. 902 થી રૂ. 949 કરતા લગભગ 3 ટકા વધારે છે. જોકે, એક્સપટ્ર્સના કહેવા મુજબ, ગ્રે માર્કેટ પ્રીમિયમ એ બિનસત્તાવાર ડેટા છે અને તેને એલઆઈસીની નાણાકીય બાબતો સાથે કોઈ લેવાદેવા નથી. તેઓએ બીડર્સને ગ્રે માર્કેટ પ્રીમિયમને બદલે ભારતીય જીવન વિમા નિગમ (એલઆઈસી)ની બેલેન્સ શીટ જોવાની સલાહ આપી. એલઓઆઈસીના શેર 12 મે, 2022એ એલોટ કરવામાં આવે તેવી શક્યતા છે, જયારે 17 મે, 2022એ એલઆઈસીનો આઈપીઓ લિસ્ટિંગ થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular