Monday, February 23, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં બેબી લીગ ફૂટબોલ ટૂર્નામેન્ટનું ભવ્ય સમાપન - VIDEO

જામનગરમાં બેબી લીગ ફૂટબોલ ટૂર્નામેન્ટનું ભવ્ય સમાપન – VIDEO

49 દિવસથી ચાલેલી ફૂટબોલ ટૂર્નામેન્ટમાં આઠ ટીમો : દરેક ટીમને 14-14 મેચ રમાડાઇ : 144 ખેલાડીઓએ લીધો ભાગ : દસ વર્ષથી નીચેના વિભાગમાં પ્રાઇમ વોરિયર પ્રથમ સ્થાને : બાર વર્ષની વયના વિભાગમાં એનસીએફસી બી. ફૂટબોલ એકેડેમીની ટીમ પ્રથમ સ્થાને

જામનગર શહેરમાં ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં ગ્રાસ રુટ લેવલથી ફૂટબોલનું ડેવલોપમેન્ટ થાય તે માટે બ્લુ કલબ બેબી લીગ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. જેને અનુલક્ષીને જામનગરમાં પણ ફૂટબોલ એસોસિએશન દ્વારા બેબી લીગ ફૂટબોલ ટુર્નામેન્ટનું જામનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં આયોજન કરવામાં હતું.

- Advertisement -

જેની શરૂઆત તારીખ 10-01-2026 થી કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં 10 વર્ષ સુધીના અને 12 વર્ષ સુધી એમ બે કેટેગરીમાં રમાડવામાં આવી હતી. જેમાં બંને કેટેગરીમાં જામનગરની બેસ્ટ 8 ટીમોમાં કુલ 144 ખેલાડીઓએ ભાગ લીધો હતો. દરેક ટીમને 14 મેચ રમવા મળ્યા હતા. ટૂર્નામેન્ટના અંતે 22-02-2026ના રોજ આખરી દિવસના મહત્વના મેચ સાથે આ ટુર્નામેન્ટનું સમાપન થયું હતું.

- Advertisement -

આ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચમાં એમ. જે. સ્પોર્ટ્સના મનજીતસિંઘ ઉપ્પલ, જામનગરના ફૂટબોલના ખેલાડી તથા જામનગર મહાનગર પાલિકામાં ફરજ બજાવતા યુવરાજસિંહ ઝાલા, સી.ડી. ગોયંકા સ્કૂલના નીતુ વેદ, ભાવેશ વૈષ્ણવ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓના હસ્તે વિજેતા ટીમોને ટ્રોફી, મેડલ અને મોમેન્ટો એનાયત કરાયા હતા.

સમગ્ર ટૂર્નામેન્ટ જામનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી આનંદભાઈ માડમના માર્ગદર્શન હેઠળ રમાડવામાં આવી હતી. જેમાં જામનગરના તમામ સિનિયર ખેલાડીઓએ પોતાનું યોગદાન આપ્યું હતું. સમારંભના અંતે આભાર વિધિ કમલેશ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -

દસ વર્ષથી નીચેના વિભાગમાં પ્રાઇમ વોરિયર પ્રથમ સ્થાને, જી. ડી. ગોયંકા સ્કૂલ બીજા સ્થાને, જ્યારે એનસીએફસી ફૂટબોલ એકેડમીની ટીમ ત્રીજા ક્રમે વિજેતા થઈ હતી. જયારે બાર વર્ષની વયના વિભાગમાં એનસીએફસી બી. ફૂટબોલ એકેડેમીની ટીમ પ્રથમ સ્થાને, હન્નાન ફૂટબોલ ક્લબની ટીમ બીજા સ્થાને, જ્યારે એનસીએફસી એ. ફૂટબોલ એકેડેમીની ટીમ ત્રીજા સ્થાને વિજેતા થઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular