ગઈકાલે 31 ડિસેમ્બર 2024 નો છેલ્લો દિવસ સમગ્ર વિશ્ર્વમાં 2024 ને બાય બાય કરીને વર્ષ 2025 ને વેલકમ કરાયું હતું. ઠેર-ઠેર પાર્ટી, સેલીબ્રેશન્સ, અને ડીજેના તાલ પર લોકો ઝૂમી ઉઠયા હતાં. ત્યારે જામનગરમાં પણ નવા વર્ષનું જશ્ન કરાયું હતું. ડીજે ડાન્સ અને આતશબાજી સાથે જામનગરીઓએ પણ 2025 ને વેલકમ કર્યુ હતું.
View this post on Instagram
જામનગરમાં આશિર્વાદ કલબ રિસોર્ટ ખાતે કવીન ઇવેન્ટ દ્વારા 31 હેંગઆઉટ નાઇટનું સુંદર આયોજન કરાયું હતું. ડીજે ડેસ્ટીની અને એંકર વૈશાલી પુજારા અને ગૌરવ રાયઠઠ્ઠા સાથે લોકોએ વર્ષના છેલ્લાં દિવસની ધામધુમથી ઉજવણી કરી હતી. જ્યાં લોકોને પારિવારિક માહોલ, સીસીટીવી કેમેરા, સેફટી સિકયોરિટી, અવનવી ગેમ્સ અને ઢગલાબંધ ગીફટસ સાથે વિશાળ પાર્કિંગ સુવિધાનો લાભ લઈને બિંદાસ લોકો એ વર્ષ 2024 ના ખૂબ પ્રચલિત અને મનમોહક ગીતોના તાલ સાથે તાલ મેળવીને થીરકયા હતાં. ડીજે ડેસ્ટીનીના નોન સ્ટોપ ડીજે ટે્રક પર ડાન્સ કરીને લોકોએ આ ઠંડીના માહોલને ગરમ બનાવી દીધો હતો. પારિવારિક વાતાવરણ સાથે ફુડ કોર્ટની અવનવી વાનગીઓની મોજ માણતા માણા લોકો આખા વર્ષનો થાક ઉતારર્યો હતો. અને જાણે બધુ ભુલીને નવા વર્ષમાં નવા સપનાઓ સાથે આગળ વધવાની હિંમત બતાવીને કાઉન્ટ ડાઉન શરૂ કરીને ભવ્ય આતશબાજી સાથે 2025 ને વેલકમ કર્યુ હતું. ત્યારે મીડિયા પાર્ટનર ‘ખબર ગુજરાત’ દ્વારા સમગ્ર ઈવેન્ટનું કવરેજ કરાયું હતું. ઈવેન્ટ દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રાખી આયોજકો દ્વારા સુંદર આયોજન કરાયું હતું. આ આયોજનને સફળ બનાવવા માટે ધરમ પુરોહિત અને પુનમ પુરોહિતે જહેમત ઉઠાવી હતી.
આમ, સમગ્ર વિશ્ર્વમાં 2025 ના ભવ્ય આતશબાજી સાથે વધામણા કરાયા હતાં. ત્યારે જામનગરના લોકો પણ ડીજેના ટ્રેક સાથે મગ્ન થઈને વેલકમ કર્યુ હતું.