જામનગર જિલ્લાના લીંબુડા ગામ દરિયા કાઠે આવેલું ગામ છે આ ગામમાં ગામ તળ .કુવા નું પાણી નબળું હોવાના કારણે ગ્રામ પંચાયત દ્વારા 2013 માં આરો પ્લાન્ટ નાખવામાં આવ્યો ત્યારે ત્રણ રૂપિયામાં 20 લિટર પાણી આપવામાં આવતું હતું ત્યારબાદ આરો પ્લાન ખરાબ થવાના કારણે 2015માં નાણાપંચ માંથી નવો આરો પ્લાન મંજુર કરવામાં આવ્યો અત્યારે મોંઘવારીના કારણે પાંચ રૂપિયામાં 20 લિટર સુધ પાણી આપવામાં આવે છે તેમજ ગ્રામ પંચાયત સંચાલિત આરો પ્લાનમાં એટીએમ મશીન લગાડવામાં આવ્યું છે તેમાં કાર્ડ ટચ કરીને પાંચ રૂપિયા નું 20 લીટર પાણી આપવામાં આવે છે અને તે 24 કલાક કાર્યરત છે ગમે ત્યારે પાણી ભરી શકાય છે આ લીંબુડા ગામમા આરો પ્લાન મેન્ટેનન્સમાં એક પરિવારનું ગુજરાન પણ ચાલે છે ગામ છેલ્લા 11 વર્ષથી પંચાયત દ્વારા શુદ્ધ પાણી આપવામાં આવે છે ગ્રામજનો પંચાયતના આ કાર્યથી ખુશ છે


