કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને GPSCની વિવિધ પરીક્ષાઓ મૌકુફ રાખવામાં આવી હતી. જેની તારીખો ફરી જાહેર કરવામાં આવી છે. અગામી 13 જુનથી GPSCની પરીક્ષાઓ યોજવામાં આવશે.
GPSCની જે પરીક્ષાઓ મૌકુફ હતી તેની તારીખો આજે જાહેર કરવામાં આવી છે. અગામી13 જૂનથી GPSCની પરીક્ષા લેવામાં આવશે. 20 જૂને RFO પ્રિલિમ્સની પરીક્ષા યોજાશે. તથા 1થી 8 ઓગસ્ટ વચ્ચે DySO અને STIની પરીક્ષા લેવામાં આવશે. 1ઓગસ્ટે DySo અને 8 ઓગસ્ટે STIની પરીક્ષા યોજવામાં આવશે.
https://gpsc.gujarat.gov.in/Documents/UES-31052021F.pdf
GPSC દ્રારા આજે નવું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં જુનથી ઓક્ટોબર સુધી યોજનાર તમામ પરીક્ષાઓણી તારીખોની જાહેરાત થઇ છે. જેમાં અલગ અલગ 146 જગ્યાઓ પર પ્રિલીમ પરીક્ષા યોજવામાં આવશે. અને અન્ય જાહેરાતની મુખ્ય પરીક્ષાની તારીખ પણ જાહેર કરી છે.કોરોનાના સંક્રમણના પગલે કેલેન્ડર રીવાઈઝ કરવામાં આવ્યું છે.