જામનગરમાં રવિવારે 13 કેન્દ્રો પર 4077 પરીક્ષાર્થીઓની જીપીએસસીની પરીક્ષા પોજાઇ છે. જે માટે પરીક્ષા કેન્દ્રો નજીકના ફોટો કોપીના ધંધાર્થીઓ માટે સવારે 10 થી બપોરે 1 સુધી પ્રતિબંધાત્મક હુકમનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જામનગરમાં જીપીએસસીની પરીક્ષા માટે સજુબા હાઇસ્કુલ, નેશનલ હાઇસ્કુલ, સત્યસાંઇ વિદ્યાલય, ડીસીસી હાઇસ્કુલ, એ.બી.વીરાણી ક્ધયા વિદ્યાલય, પ્રણામી સ્કુલ, હરીયા સ્કુલ, જેકુરબેન ક્ધયા વિદ્યાલય, જી.એસ.મહેતા હાઇસ્કુલ, ભવન્સ એ.કે.દોશી વિદ્યાલય, શારદા મંદિર અને મોદી હાઇસ્કુલ (શરૂ સેકશન રોડ)એમ 13 પરીક્ષા કેન્દ્રો પર 4077 પરીક્ષાર્થીઓ માટે 170 બ્લોકમાં પરીક્ષા યોજાશે. આ પરીક્ષા દરમ્યાન કોઇ ગેરરીતી ન થાય તે માટે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્ર સરવૈયાએ પરીક્ષા કેન્દ્રો આસપાસના 100 મીટરના દાયરામાં કોપીયર મશીન દ્વારા ફોટો કોપીનો વ્યવસાય કરતાં ધંધાર્થીઓને સવારે 10 થી બપોરે 1 સુધી પરીક્ષા વિષયક દસ્તાવેજી કાગળોની નકલ નહીં કાઢવા તેમજ પરીક્ષાર્થીઓએ પરીક્ષા કેન્દ્રોમાં મોબાઇલ, સ્માર્ટ વોચ કે, અન્ય ઇલેકટ્રોનિક ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડયું છે.